Trump-Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે, તેમના તરફથી ભારત-પાક યુદ્ધને રોકવામાં આવ્યું હતું. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેઓ પાકિસ્તાનને પ્રેમ કરે છે, તેમણે પીએમ મોદીને પણ એક શાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા. તેમના તરફથી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે હવે શું દાવો કર્યો?
એક નિવેદનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવી દીધું છે. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું, મોદી પણ એક શાનદાર વ્યક્તિ છે, મેં તેમની સાથે પણ વાત કરી હતી. અમે ભારત સાથે એક ટ્રેડ ડીલ પણ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ એ વાત સાચી છે કે મેં પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ બંધ અટકાવ્યું. આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાક આર્મી ચીફ અસીમ મુનીર વિશે કહ્યું કે તે વ્યક્તિ પાકિસ્તાનમાં ખૂબ જ પ્રભાવી છે, તેમણે ત્યાં યુદ્ધ રોકાવ્યું. બીજી તરફ મોદી હતા. મેં બે પરમાણુ સંપન્ન દેશો વચ્ચેનું યુદ્ધ અટકાવી દીધું હતું.
આ પહેલીવાર નથી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પ્રકારનો દાવો કર્યો હોય. ઓપરેશન સિંદૂર બાદથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સતત આ દાવો કર્યો છે. તે અલગ બાબત છે કે ભારતે તેમના તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. ખુદ પીએમ મોદીએ પણ ટ્રમ્પ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે સીઝફાયર કિસ્તાનના કહેવાથી કરવામાં આવ્યું હતું અને તેમાં કોઇએ મધ્યસ્થા કરી ન હતી.
આ પણ વાંચો – આ 9 દેશ પાસે છે અંદાજે 12,241 પરમાણુ શસ્ત્રો, જાણો ભારત અને પાકિસ્તાન પાસે કેટલા છે?
પીએમ મોદી સાથે શું વાતચીત થઇ હતી?
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત અમેરિકી રાષ્ટ્રપતિની વિનંતી પર થઈ હતી, જે લગભગ 35 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ભારતની નીતિ સ્પષ્ટ કરી કે કાશ્મીર કે પાકિસ્તાન સાથે જોડાયેલા મુદ્દાઓમાં ભારતની સ્થિતિ હંમેશા એવી રહી છે કે તે દ્વિપક્ષીય મામલો છે અને કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નથી.
વાતચીત દરમિયાન વડાપ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળેલા સૈન્ય તણાવમાં અમેરિકા કે અન્ય કોઈ દેશ દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી નથી. સરહદી સૈન્ય કાર્યવાહી રોકવા સાથે જે વાતચીત થઇ તે બંને દેશોની સેનાઓ વચ્ચે પહેલેથી જ મોજૂદ મિલિટરી ચેનલ્સ દ્વારા થઇ હતી અને તે પણ પાકિસ્તાનના કહેવા પર થઇ હતી.
[ad_1]
Source link