Last Updated:
પીએમ મોદી આજે જમ્મુ-કાશ્મીરમાં છે. તેમણે વિશ્વના સૌથી ઊંચા પુલ એટલે કે, ચેનાબ બ્રિજ પર તિરંગો ફરકાવ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદીની કાશ્મીરમાં આ પહેલી મુલાકાત છે.
PM Modi Chenab Bridge Inauguration: આતંકવાદીઓના માસ્ટર પાકિસ્તાને પહલગામ હુમલો કરાવ્યો. આતંકવાદીઓ મોકલીને જમ્મુ-કાશ્મીરના વાતાવરણને ઝેરી બનાવવાનો પ્રયાસ કર્યો. પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને માર્યા. આતંકીઓએ આ કૃત્ય કરતા વિચારતા હશે કે, આવું કરવાથી જમ્મુ-કાશ્મીરના વિકાસનું ચક્ર અટકી જશે. પરંતુ પાકિસ્તાનને ખબર નથી કે આ નવું ભારત છે. નવું ભારત ફક્ત ઘરમાં ઘૂસીને હુમલો કરતું નથી પરંતુ વિકાસની ગતિને પણ વેગ આપે છે. આજે, આનો પુરાવો જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં પણ જોવા મળ્યો. પહેલા, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ માટે પાકિસ્તાનને જવાબ આપ્યો. હવે પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી ત્રિરંગો ફરકાવ્યો છે અને કહ્યું છે કે, આતંકવાદીઓ કાશ્મીરમાં વિકાસની ગતિ રોકી શકશે નહીં.
પીએમ મોદી આજે જમ્મુ-કાશ્મીરમાં છે. તેમણે વિશ્વના સૌથી ઊંચા પુલ એટલે કે, ચેનાબ બ્રિજ પર તિરંગો ફરકાવ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદીની કાશ્મીરમાં આ પહેલી મુલાકાત છે. પીએમ મોદીએ ચેનાબ બ્રિજ પર તિરંગો ફરકાવ્યો એ પાકિસ્તાન માટે એક મોટો સંદેશ છે. આ સંદેશ એ છે કે, પાકિસ્તાન ગમે તેટલું ખરાબ વર્તન કરે, ભારતનો સિતારો ઉંચો રહેશે. ભારતનો તિરંગો આકાશમાં લહેરાતો રહેશે. ચેનાબ બ્રિજ પર પીએમ મોદી સાથે લહેરાતો તિરંગો જોયા પછી પાકિસ્તાનનું બ્લડ પ્રેશર વધી ગયું હશે.
Jammu and Kashmir
June 06, 2025 1:16 PM IST
[ad_1]
Source link


