જૂનાગઢ : સંત સુરા અને સાતત્યની ભૂમિ એટલે જુનાગઢ. આજે ભાદરવી અમાસે જુનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે પિતૃતર્પણનો અનેરો મહિમા છે. આજે આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે સ્વજનોને પોતાના પિતૃઓની તિથિ ખ્યાલ ન હોય તે, સ્વજનો આજના દિવસે પિતૃતર્પણ કરી શકે છે. ત્યારે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો પિતૃતર્પણ પણ કરવા માટે દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યા હતા.
આ છે દામોદરકુંડની વિશેષતા
દામોદર કુંડ એટલે કે, ભારતની 42 નદીઓમાંથી એક નદી એટલે કે સોનરખ નદી અહીંથી પસાર થાય છે. દર વર્ષમાં એકવાર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃતર્પણ કરવામાં આવે છે અને ભાવિકો અહીં સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રકારની ભીડમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઈ ભવનાથ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ગિરનારની ગોદમાં આવેલા પૌરાણિક દામોદરકુંડ ખાતે સર્વ પિતૃ અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો આસ્થાની ડૂબકી લગાવે છે. પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ અને આત્મ કલ્યાણ અર્થે અમાસનું દામોદર કુંડમાં સ્નાન કરીને પ્રાચીન પીપળાના વૃક્ષને જળ ચડાવી અંજલી આપી પિતૃ તર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે ચારધામની યાત્રા પછી પણ જો દામોદર તીર્થક્ષેત્રના દર્શન કરવામાં ન આવે તો ચાર ધામની યાત્રા અધૂરી રહે છે.
પિતૃતર્પણનો અનેરો મહિમા
સર્વ પિતૃ અમાસના દિવસે દામોદર કુંડ ખાતે સ્નાન કરવાનો અનેરો મહિમા છે. જેને લઈ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દામોદર કુંડના કાંઠે ઉમટી પડે છે. દેશની 42 નદીમાંની એક નદી છે. સોનરખ નદી જે ગિરનારની તપોભૂમિ દામોદર કુંડમાંથી પસાર થાય છે. અહીં માન્યતા એવી પણ છે કે, નરસિંહ મહેતા અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ સ્નાન કર્યું હતું. પિતૃપક્ષમાં આવતા આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે જે સ્વજનની તિથિ યાદ ન હોય અને જેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા, પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે. ફક્ત જૂનાગઢમાં જ નહીં પરંતુ, ગુજરાતભરના લોકો દામોદરકુંડ ખાતે પિતૃતર્પણ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર