Rinku Thakor, Mehsana: પ્રાચીન સમયમાં એક રિવાજ આપણાં સનાતન ધર્મમાં શાસ્ત્રોક્ત વિધાન મુજબ હતો કે, દીકરીના લગ્ન થાય ત્યારે તેના પિતા તરફથી કન્યાદાન સ્વરૂપે દીકરીને સાક્ષાત ‘કામધેનુ’ સ્વરૂપા ગાયનું દાન કરાતું હતું, પરંતુ સમય વીત તો ગયો એમ આ રિવાજ બદલાયા ગયા અને પછી સાચી ગાયનું સ્વરૂપ સોના કે ચાંદીની ગાયે લીધુ.ગાયનું સ્થાન ગાયે લીધું પણ જીવંત કામધેનુનું સ્થાન એની મૂર્તિએ લીધું છે.
હિન્દુ સંસ્કૃતિમાં પહેલા દીકરીને ગાય આપતા હતા
કડી તાલુકાના કુંડાળા ગામના વતની અને હાર્ડવેરનો ધંધો કરતા ઘનશ્યામભાઈ પટેલની દીકરી પ્રિયાંશીના લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે લોંઘણજ ગામમાં થયા હતાં. અને લગ્ન કડીના દેત્રોજ રોડ ઉપર આવેલા વિવાહ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યાં હતાં. જેમાં હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ દીકરી પ્રિયાંશીને જીવંત વાંછરડી ભેટ આપતા સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું હતું.
કન્યાના પિતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરીના આજે વિવાહ પાર્ટી પ્લોટમાં લગ્ન છે અને પહેલા આપણા પૂર્વજો દીકરીના લગ્ન હોય ત્યારે દીકરીને ગાય ભેટમાં આપતા હતા. જે મુજબ અમે જીવંત ગાય અમારી દીકરીને આપી છે.
આ ગાય અમારા ફાર્મ ઉપર હતી અને હિન્દુ સંસ્કૃતિમાં પહેલા દીકરીને ગાય આપતા હતા. તે જ રીતે અમે અમારી દીકરીને ગાય આપી છે. જ્યારે કન્યાના ભાઈએ જણાવ્યું હતું કે, અમે પરિવારે એવો વિચાર કર્યો કે, આપણી ભારતીય સંસ્કૃતિ જાળવી રાખીએ જે પ્રમાણે લગ્નમાં સોના, ચાંદીની ગાય આપતા હોય છે, તે જ રીતે અને એ જગ્યાએ અમે અમારા ફાર્મ ઉપરથી જીવંત ગાય આપી છે.
ધર્મથી વિમુખ થયા વગર સનાતન ધર્મથી જોડાઈ રહેશે
કડીના કુંડાળ ગામના વતની ઘનશ્યામભાઈ અંબાલાલ પટેલે સનાતન ધર્મનું મૂળ કથન જાળવતાં પોતાની દીકરીને કન્યાદાનમાં જીવંત વાછરડી ભેટ આપી હતી. તેમનું કહેવું છે કે,જો આપણે આપણા હિન્દુ ધર્મનું આખા વિશ્વમાં પુનરૂત્થાન કરવું હશે, તો આપણા શાસ્ત્રોક્ત કથાના મુજબ જ રીત રિવાજો જાળવી રાખવા પડશે. અને આપણા પૂર્વજોના રીતરિવાજો મુજબ જ દરેક વાર, તહેવાર, પ્રસંગો ઉજવવા પડશે. જેથી આવનારી પેઢી પણ ધર્મથી વિમુખ થયા વગર સનાતન ધર્મથી જોડાઈ રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર