- ભક્તોને લોખંડની જાળી ઓળંગી જવાનો વારો
- માતાજીના મંદિરે માંચી નજીકથી જવાના કાચા માર્ગમાં લોખંડની જાળીયો
- દરવાજો ઓળંગી મંદિર તરફ્ જવાની ફ્રક પડે છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢના માંચી ડુંગરથી અંદાજિત દોઢ થી બે કિલોમીટરના અંતરે આવેલ શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે માંચી નજીકથી જવાના કાચા માર્ગમાં લોખંડની જાળીયો તેમજ લોખંડના દરવાજા લગાવી દરવાજાને તાળું મારી દેતા ભાવિક ભક્તોને જોખમી રીતે ઊંચા દરવાજા પર ચઢી ભદ્રકાળી માતાજીના દર્શને જવાની ફ્રજ પડે છે. જોકે સ્ત્ર્રીઓ બાળકો તેમજ વૃદ્ધો આ રીતે જાળી ઓળંગી ન શકતા હોય ભદ્રકાળી માતાજીના દર્શનથી વંચિત રહેતા ભક્તોમાં નિરાશા સાથે રોષ જોવા મળી રહ્યો છે.
પાવાગઢ ડુંગર પર માં કાલીના દર્શને આવનાર ભક્તોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માંચી નજીક રોપ વે સ્ટેશનથી અંદાજિત દોઢ બે કિલોમીટર ચાલીને ગયા બાદ આવતા આધ્યાત્મિક અને પૌરાણિક ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તો દર્શને જતા હોય છે. જ્યારે જાણવા મળતી માહિતી મુજબ અંદાજિત છેલ્લા ચાર પાંચ દિવસથી માચી થી ભદ્રકાળી મંદિર જવાના માર્ગ ના પ્રવેશ દ્વાર પર લોખંડની જાળીઓ તેમજ દરવાજો લગાવી તે દરવાજા પર સાંકળ લગાવી ખંભાતી તાળુ મારી દેતા માતાજીના ભક્તો મુંજવણ માં મુકાયા હતા. ભક્તોનેના છૂટકે જીવના જોખમે લોખંડની જાળી, દરવાજો ઓળંગી મંદિર તરફ્ જવાની ફ્રક પડે છે. જોકે વૃદ્ધો તેમજ મહિલાઓ તેમજ બાળકો આ રીતે લોખંડની જાળી ઓળંગી શકતા ન હોય ભદ્રકાળી માતાજીના દર્શનથી વંચિત રહેવું પડતું હોય માઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ અચૂક જતા હોય છે. જ્યારે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના માઇ ભક્તો મંગળવારના રોજ ભદ્રકાળી માતાજીના દર્શનાર્થે ગયા ત્યારે રસ્તો બંધ હોય ભક્તોમાં નારાજગી છે.