- શેત્રુંજય મહાતીર્થ વિસ્તારમાં પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે
- 1 PSI,2 ASI,3 હેડ કોન્સ્ટેબલ,12 કોન્સ્ટેબલ હાજર રહેશે
- DySP કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે
જૈન સમાજમાં તીર્થધામોની રક્ષા માટે રાજ્યભરમાં ઠેર ઠેર રેલીઓ નીકળી રહી છે. જેમાં સુરત શહેરમાં પણ સમેતશિખરજી અને શેત્રુંજય મહાતીર્થની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને મહારેલી નીકળી હતી. પારલે પોઇન્ટ પર આવેલા સરગમ શોપિંગ સેન્ટરથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં જૈન લોકો જોડાયા હતા.
જૈન શાસનના ધ્વજ, બેનર અને સૂત્રોચાર સાથે લોકો રેલીમાં જોડાયા
જૈન શાસનના ધ્વજ, બેનર અને સૂત્રોચાર સાથે લોકો રેલીમાં જોડાયા હતા. રેલીમાં જોડાયેલા લોકોને અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા. મહારેલી કલેક્ટર કચેરીએ પૂર્ણ થશે અને તીર્થધામોની સુરક્ષા કરવામાં આવે, એના પર વધુ ધ્યાન અપાય એવી માંગ કરાશે. મહારેલીને કારણે સમગ્ર અઠવાગેટ અઠવાલાઇનસ વિસ્તારમાં ઠેર ઠેર ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેમજ શેત્રુંજય પર્વતની આજથી રાઉન્ડ ધ ક્લોક પોલીસ સુરક્ષા, પર્વતની સલામતી, યાત્રાળુઓની સુરક્ષાને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે. રેન્જ IG અને જિલ્લા પોલીસવડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે.
DySP કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે
પોલીસ ચોકીમાં 1 PSI,2 ASI,3 હેડ કોન્સ્ટેબલ,12 કોન્સ્ટેબલ હાજર રહેશે. તેમજ 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ પણ રહેશે. સાથે 8 ટી.આર.બીના જવાનો ગીરીરાજ પર્વતની સુરક્ષા કરશે. તેમજ DySP કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે.