- શેત્રુંજી ડેમ નજીક રોડ પર સિંહ પરિવાર જોવા મળ્યું
- સિંહ પરિવાર શેત્રુંજી ડેમ નજીક રોડ ક્રોસ કરતો નજરે પડ્યો
- પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર સિંહ જોવા મળે છે
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં શેત્રુંજી ડેમ નજીક આજરોજ એક સિંહ પરિવાર રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના વાહનમાંથી આ સિંહ પરિવારનો વિડીયો ઉતાર્યો હતો. હાલ સિંહોનો રોડ ક્રોસ કરતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અહીં નોંધનીય છે કે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહો દેખાતા હોય છે. પરંતુ આ વખતે સંપૂર્ણ સિંહ પરિવાર જોવા મળતા આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.