- શેત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાનો કેસ
- બેઠકમાં જૈન સંઘના એક હજારથી વધુ લોકો થયા એકત્રિત
- બેઠકમાં એલિસબ્રિજના MLA અમિત શાહ રહ્યા ઉપસ્થિત
ભાવનગરના પાલિતાણામાં જૈન મંદિર હુમલાની ઘટનાના અમદાવાદમાં પડઘા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજ્ય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાની ચર્ચા છે. જેના રોષને લઈને અમદાવાદના તમામ જૈન સંઘની બેઠક મળી હોવાનું જાણવા મળ્યું છે.
MLA અમિત શાહ રહ્યા હાજર
બેઠકમાં એલિસબ્રિજના MLA અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઘટનાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યમંત્રીને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. બેઠકમાં જૈન સંઘના એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
હર્ષ સંઘવીએ કાર્યવાહીના આપ્યા આદેશ
પાલિતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ આ મામલે ગૃહ વિભાગે પણ નોંધ લીધી છે અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ આધિકારીઓની હાજરીમાં મિટિંગ યોજી હતી. પાલીતાણા શ્રી શત્રુંજય મહાતીર્થમાં બનેલ હુમલાની ઘટનાને લઈને ગૃહ વિભાગ દ્વારા સમગ્ર મામલે હાઇ લેવલની બેઠક બોલાવવામાં આવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજઇ હતી. જેમાં આકરી કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.