- એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી
- પંચમહાલ પુરવઠા અધિકારી દ્વારા એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં આકસ્મિક તપાસ
- સ્ટોકની ચકાસણીમાં વિસંગતતા જણાઈ આવતા ઘનિષ્ટ તપાસ
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વાઘોડિયા તાલુકાના જરોદ પાસેના પાલડી ખાતે આવેલી એક એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન 1200 ક્વિન્ટલ ઘઉં નો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો.ત્યારે સ્ટોકની ચકાસણીમાં વિસંગતતા જણાઈ આવતા ઘનિષ્ટ તપાસ માટે વડોદરા તેમજ ગાંધીનગર ની ટીમો બોલાવવામાં આવી.
વાઘોડિયા તાલુકાના જરોદ પાસેના પાલડીમા આવેલી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પંચમહાલ જિલ્લા પુરવઠા ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જે તપાસમાં પ્રોસેસિંગ યુનિટમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ વાઘોડિયા અને હાલોલ મામલતદાર ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાંથી સરકારી અનાજનો જથ્થો ખરીદી કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
યુનિટમાં ઘઉંની પ્રક્રિયા કરી તેમાંથી લોટ,મેંદો અને રવો બનાવવામાં આવે છે અને ઘઉં માંથી નીકળતા ભૂંસાનું પણ મોટી માત્રામાં એક્સપોર્ટ કરવામાં આવે છે.ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનોનો હોવાની આશંકા સેવાઈ રહી છે.ત્યારે સ્ટોકની ચકાસણીમા વિસંગતતા જણાઈ આવતા ઊંડી તપાસ માટે વડોદરા તેમજ ગાંધીનગરની ટીમોને બોલાવવામાં આવી હતી.જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલની સમગ્ર તપાસ દરમિયાન 1200 ક્વીન્ટલ ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જેના અનુસંધાનમાં પુરવઠા વિભાગ દ્વારા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.