- થરાદની ભોરલની કેનાલ 25 દિવસથી ખાલીખમ ખેડૂતો પરેશાન
- તાત્કાલિક માઈનોર કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગ
- થરાદ પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની બૂમરાણ શરૂ થઈ છે
થરાદ પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની બૂમરાણ શરૂ થઈ છે. બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે અપાતું પાણી પણ બંધ થતાં હાલત કફોડી બની છે. શુક્રવારે મધરાત્રે થરાદના ભોરલ ગામના ખેડૂતોએ ખાલી કેનાલમાં બેસી ઢોલ વગાડી તંત્રને જગાડવવાનો પ્રયાસ કર્યો હતો.
થરાદ તાલુકાના ભોરોલમાંથી નીકળતી માઇનોર કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી બિલકુલ મળતું નથી આથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે તેમજ ઉનાળાની પાકની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. જેમાં નર્મદા વિભાગની અવારનવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. આથી ભોરલ ગામના ખેડૂતોએ અડધી રાત્રે કેનાલમાં જઈ ઢોલ વગાડી ગીતો ગાઈને તંત્રને જગાડવાના કોશિશ કરી હતી અને તે શોશીયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયો હતો.
આ અંગે ભોરોલ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે 25 દિવસ થી બિલકુલ પાણી આવતું નથી અને તંત્ર કાંઈ સાંભળતું નથી આથી અમે ભોરોલ ગામના તેમજ આજુબાજુ ગામના ખેડૂતો ભેગા થઈ ને નર્મદા કેનાલમાં જઈ અને ઢોલ વગાડી ગીતો ગાયા હતાઅને તંત્રના અધિકારીઓને જગાડવાની કોશિશ કરી હતી અને અમારી માંગણી છે કે તાત્કાલિક માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી અમારી માંગ છે.