પાણીની શુદ્ધતા ચકાસવામાં ગુજરાત ટોચના 15 રાજ્યમાં પણ નહીં, તંત્ર જ પાણીમાં બેસી ગયું | Gujarat not even in top 15 states in testing water purity

HomeAhmedabadપાણીની શુદ્ધતા ચકાસવામાં ગુજરાત ટોચના 15 રાજ્યમાં પણ નહીં, તંત્ર જ પાણીમાં...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Water Sample : પાણીની શુદ્ધતા ચકાસવાને મામલે સરકારી તંત્ર જ પાણીમાં બેસી ગયું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. એક વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા પાણીના માત્ર 1.52 લાખ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સૌથી વઘુ સેમ્પલ ચકાસતા રાજ્યોમાં ગુજરાત ટોપ-15માં પણ નથી. 

પાણીજન્ય બીમારી સતત વધતી હોવા છતાં પાણીના સેમ્પલ લેવાને મામલે તંત્ર જ પાણીમાં 

વર્ષ 2023-24માં ગુજરાતમાં પાણીના 1,52,507 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી 14922 સેમ્પલ દૂષિત હોવાનું સામે આવ્યું છે. દૂષિત સેમ્પલમાંથી 13834 સામે નક્કર પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. ગુજરાતમાં પાણીજન્ય રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે પાણીના સેમ્પલ લેવાનું  પ્રમાણ ખૂબ જ ઓછું છે. પાણીના સેમ્પલ લેવામાં ટોચના 15 રાજ્યોમાં પણ સમાવેશ નહીં હોવો તેનું દ્રષ્ટાંત છે. 

આ પણ વાંચો: અમદાવાદના ત્રણસો બોર બંધ કરી ઓછા TDS વાળુ નર્મદાનું પાણી આપવા નિતી બનાવાશે

એક વર્ષના આ સમયગાળામાં તામિલનાડુમાં સૌથી વઘુ 8.46 લાખ, મહારાષ્ટ્રમાં 6.38 લાખ, કેરળમાં 6.27 લાખ, ઉત્તર પ્રદેશમાં 6.21 લાખ, મધ્ય પ્રદેશમાં 5.72 લાખ સાથે સૌથી વઘુ સેમ્પલ લેવામાં આવ્યા છે. બિહાર, આસામ, બિહાર, ઝારખંડ, જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોએ  પણ ગુજરાત કરતાં વઘુ પાણીના સેમ્પલ લીધા છે. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon