- ખેતરના શેઢાનો સદઉપયોગ કરીને સરગવાનું વાવેતર કર્યું હતું
- દિશામા આગળ વધી હવે બાગાયત અને ફ્ળફ્ળાદી ખેતીની શરૂઆત કરી
- પાણીની વિકરાળ સમસ્યા વચ્ચે પ્રાકૃતિક અને બાગાયત ખેતી જરૂરી થઈ
સરહદી ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીની વિકટ સમસ્યા સામે કઈ રીતે ટકી રહેવું? તે દિશામા આગળ વધી હવે બાગાયત અને ફ્ળફ્ળાદી ખેતીની શરૂઆત કરી છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા અનાપૂરગઢ ગામના ખેડૂત એ પોતાના ખેતરમાં જામફ્ળની સફ્ળ ખેતી કરી છે. ટપક સિંચાઈનો ઉપયોગ કરી અનાપૂરગઢ ગામ ના ખેડૂત સોનાભાઈએ ત્રણ તબક્કામા પોતાના ખેતરમાં જામફ્ળના છોડની વાવણી કરી હતી. જે છોડ પર જામફ્ળ નું ફ્ળ આવી રહ્યું છે. જામફ્ળની જાતિનું નામ છે તાઇવાન પિંક. જે 100 છોડથી શરૂઆત કરી હતી અને ખેડૂતને સફ્ળતા મળતા હવે તેમને પોતાના ખેતરમાં 650 કરતા પણ વધારે જામફ્ળના છોડ લગાવી જામફ્ળની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ્ આગળ વધી રહેલા સોનાભાઈ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત છે. સાથે પ્રકૃતિપ્રેમી પણ છે. પાણીની અછતને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે ખેત તલાવડી માટે પ્લાસ્ટિક આપવાની જાહેરાત કરી હતી. જો કે આજદિન સુધી પ્લાસ્ટિક ના મળતા તેને લઈને ખેડૂતોમા નારાજગી છે. સોનાભાઈએ જણાવ્યું હતું કે ફ્ળફ્ળાદીની ખેતીમા મહેનતની જરૂર છે. જેના થકી બજારમા ભાવ પણ સારા મળે છે.
સોનાભાઈએ પોતાના ખેતરના શેઢાનો પણ સદઉપયોગ કરી ત્યાં પણ આવક મેળવી રહ્યા છે. તેમણે પોતાના ખેતરની ફરતે સરગવાની વાવણી કરી છે. જે સરગવા પર ફ્ળીની આવક પણ શરૂ થઈ ગઈ છે. માત્ર 6 માસની વાવણી બાદ ફ્ળીની આવક શરૂ થઇ ગઇ છે. ખેતરના શેઢાનાં સદઉપયોગ સાથે આર્થિક મદદ પણ ખેડૂતને મળી રહી છે.પાણીની વિકરાળ સમસ્યા વચ્ચે પ્રાકૃતિક અને બાગાયત ખેતી જરૂરી થઈ ગઈ છે. જેમાં ધાનેરા તાલુકા ગ્રામ્યના ખેડૂત સોનાભાઈએ સફ્ળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે.