
Accident in Disa-Patan : ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મામાં બાઈક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર દંપતી અને તેમની બાળકી બહુચરાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રેલરે અડફેટે લીધા હતા. જેમાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીને ગંભીર પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બનાસકાંઠાના ડીસામાં એક્ટિવા ચાલક મહિલાએ કાબૂ ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું.
બાઈક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત
મળતી માહિતી મુજબ, ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરે સ્ટેરિંગપર પર કાબૂ ગુમાવતા સામે આવી રહેલા બાઈક ચાલકને અડફેટે લીધા હતા. ઘટનામાં પાટણના ચારિયાના રહેવાસી અર્જુન મોદી અને ચંદાબહેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક દંપતીની બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.
મૃતક દંપતી બહુચરાજી ગયો હતો અને ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાં બ્રિજ પરથી નીચે પટકાતા એક મહિલાનું મોત
બીજી એક ઘટનામાં, બનાસકાંઠાના ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ પર મહિલાએ એક્ટિવા પર કાબૂ ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પર સવાર અન્ય એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતક મહિલા ભીલડીના જ્યોત્સનાબહેન બળવંતભાઈ રાવળ હોવાનું સામે આવ્યું છે.
[ad_1]
Source link