પાટણમાં બાળક વેચવાનું કૌભાંડ: આરોપીએ FSL અને SOG ની ટીમને ધંધે લગાડી, લોકેશન પરથી લાશ ગુમ? | Child trafficking scam in Patan: Accused tricked FSL and SOG team body missing from location

HomePATANપાટણમાં બાળક વેચવાનું કૌભાંડ: આરોપીએ FSL અને SOG ની ટીમને ધંધે લગાડી,...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Patan Child trafficking : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડૉ. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી મારી  છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ એક પછી મોટા ખુલાસા થઇ રહ્યા છે. આ કેસમાં નકલી ડૉક્ટર સહિત ત્રણેય આરોપી હાલ 2 ડિસેમ્બર સુધી રિમાન્ડ છે અને તેમણે પોલીસ સમક્ષ બાળકને કમાલપુર બ્રિજ નીચે દાટી દીધાનું કબૂલ્યું હતું. ત્યારબાદ એફએસએફ અને એસઓજી ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર એફએસએફ અને એસઓજી ટીમ ઘટનાસ્થળે પહોંચી ખોદકામ શરૂ કર્યું હતું આ દરમિયાન ખાડામાંથી મીઠું મળી આવ્યું હતું પરંતુ બાળકની લાશ મળી ન મળતાં અનુમાન છે કે બાળકની લાશને અહીંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે છે. 

શું છે સમગ્ર મામલો 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડૉક્ટરે ક્લિનિક ખોલ્યું હતું. આ ડૉક્ટર અનેક લોકોની સારવાર પણ કરતો હતો. સમગ્ર ઘટનામાં SOGએ બાતમીના આધારે દરોડા પાડીને નકલી ડૉક્ટરની ધરપકડ કરી હતી. જ્યારે બોગસ ડૉક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડૉક્ટર સામે બાળક દત્તક આપવાના બહાને બાળકને વેચી દીધું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

બોગસ ડૉક્ટરે ક્લિનિક ખોલ્યું, દર્દીની દવા કરતો, અંતે ઝડપાયો

મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે નકલી ડૉક્ટરે ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી અને ગામડાના ભોળા લોકોની સારવાર કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને SOGએ સુરેશ ઠાકોર નામના નકલી ડૉક્ટરની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો. 

આ બોગસ ડૉક્ટરનું વધુ એક કારનામું સામે આવ્યું છે. નીરવ મોદી નામના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર પાસેથી તેને બાળક દત્તક લીધું હતું. આ દરમિયાન નીરવે નકલી ડૉક્ટરને 1.20 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ નકલી ડૉક્ટરે નીરવને દત્તક લીધેલા બાળકના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા. બીજી તરફ, બાળકની તંદુરસ્તી સારી નહીં હોવાથી, તે પરત કરવામાં આવ્યું હતું. જો કે નકલી ડૉક્ટરે નીરવ પાસેથી લીધેલા રૂપિયા પાછા આપ્યા ન હતા. 

કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ક્લિનિક ખોલીને બીમાર વ્યક્તિઓની સારવાર કરતાં નકલી ડૉક્ટરની પોલીસે ધકપકડ કરી હતી. આ પછી પોલીસે ક્લિનિકમાંથી 13 લાખ રૂપિયા સહિત એલોપથી દવાઓ જપ્ત કરી હતી. સમગ્ર મામલે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં કોર્ટે નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 2 ડિસેમ્બર સુધીના તેમજ અન્ય આરોપી રૂપસિંહ ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon