- અવશેષો ગુમ લાવીનાના હોવાનો ખુલાસો
- દુપટ્ટાના આધારે પરિવારે કરી હતી ઓળખ
- અવશેષ અને ગુમ યુવતીના માતા-પિતાના DNA મેચ
સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી માનવ અંગોના ટુકડા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અવશેષો ગુમ લાવીનાના હોવાનો ખુલાસો થયો છે. તેમાં DNA રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. જેમાં દુપટ્ટાના આધારે પરિવારે ઓળખ કરી હતી. તથા અવશેષ અને ગુમ યુવતીના માતા-પિતાના DNA મેચ થયા છે. પાઈપલાઈનમાંથી મળી આવેલા અવશેષો અને ગુમ થયેલી લવિનાનાં માતા-પિતાના DNA રિપોર્ટ કરવામાં આવતાં એમાં સ્પષ્ટ થયું છે કે પાઈપલાઈનમાંથી જે અવશેષો મળ્યા છે એ લવિનાના જ છે. આ સ્પષ્ટ થયા બાદ લવિનાના પરિવારજનો દ્વારા મૃતદેહના અવશેષોનો સ્વીકાર કરીને સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
DNA રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો
પાણીની પાઇપ લાઈનમાં માનવ અવશેષો મળવાના મામલે ગુમ યુવતીના રહસ્ય પરથી પડદો ખુલ્યો છે. માનવ અવશેષો ગુમ થનાર લાવીનાના હોવાનો DNA રિપોર્ટમાં સામે આવ્યું છે. જેમાં માનવ અવષેશોના રીપોર્ટ અને ગુમ યુવતીના માતા પિતાના DNA રિપોર્ટ પર સૌ કોઈની નજર હતી. અગાઉ સિદ્ધપુર શહેરમાંથી સતત બે દિવસ પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવા ના મામલે આખું શહેર ભયભીત બનવા પામ્યું હતુ. સાથે આ માનવ અવશેષો કોના છે તેના પર પણ રહસ્ય અક બંધ રહેવા પામ્યું હતુ. પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
દીકરી તારીખ 7ના રોજ ઘરેથી રાબેતા મુજબ મંદિરે દર્શન કરવા ગઈ હતી
સિદ્ધપુર શહેરમાં રહેતા હરવાની પરિવારની દીકરી તારીખ 7ના રોજ ઘરેથી રાબેતા મુજબ મંદિરે દર્શન કરવા ગઈ હતી અને ત્યારથી તે પરત ફરી નથી. જેની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળવા પામ્યો નહિ જેને દિવસો વીતી ગયા હતા. પણ તેની કોઈ ભાળ મળવા પામી નથી. આ ગુમ થનાર દીકરીના તારીખ 12 ના રોજ લગ્ન હતા. ત્યારે આખો પરિવાર હાલતો દીકરીને લઇ ખુબ જ દુઃખી જોવા મળી રહ્યા છે. તો આ અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ ગુમસુદા અંગે નોંધાવી છે પણ હજુ દીકરીનો કોઈ પત્તો લાગવા પામ્યો નથી.
પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા
શહેરમાં જે પ્રકારે પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા હતા. તેમાં બંગડી, દુપટ્ટો પણ મળવા પામ્યો છે જે પુરાવા ગુમ થનાર યુવતીના પરિવારજનોને બતાવતા દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો સ્વીકાર પરિવારે કર્યો હતો. ત્યારે આજે સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી માનવ અંગોના ટુકડા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અવશેષો ગુમ લાવીનાના હોવાનો ખુલાસો થયો છે. તેમાં DNA રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. જેમાં દુપટ્ટાના આધારે પરિવારે ઓળખ કરી હતી. તથા અવશેષ અને ગુમ યુવતીના માતા-પિતાના DNA મેચ થયા છે.