નર્મદા નદી પ્રચંડ પ્રવાહે વહેતી થતા ભારે તારાજી સર્જાઇ છે. નર્મદામાં તીલકવાડાના રેંગણમાં એક ગૌશાળામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. સદનસિબે તમામ 60 જેટલી ગૌમાતાને સલામત સ્થળે ખસેડાયી છે. પરંતુ ગાયોને બચાવવા જતા ગૌશાળામાં રાખેલો તમામ ઘાસચારો પાણીમાં તણાયો છે. જેના કારણે 60 જેટલી ગાયોને ખવડાવવામાં મુશ્કેલી થઇ રહી છે. જાણ કર્યા વગર જ ડેમમાંથી પાણી છોડી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગાયો માટે ઘાસચારો મોકલવા લોકોને અપીલ કરાઇ રહી છે. તો પાંજરાપોળમાં ચોતરફ ફેલાયેલ પાણીના સામ્રાજ્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Source link