અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાવરકુંડલામાં 5 ઇંચ, રાજુલામાં 4.5 ઇંચ અને લીલીયામાં 4 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા, રસ્તાઓ ડૂબી ગયા, અને નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે, રાજુલાના ચીખલી ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. આ ઉપરાંત, વિકટર ગામ પાસે પીપાવાવ ધામમાં 22 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમને ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કર્યા છે.
[ad_1]
Source link