- પહાડ ગામ હજુપણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
- સ્ટ્રીટ લાઈટ, સહકારી મંડળી, દૂધ મંડળી, પોસ્ટ ઓફિસ નથી,
- એકપણ વીજપોલ પર લાઈટ જ નથી
મહેમદાવાદ તાલુકાના પહાડ ગામ હજુપણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ ગામમાં રોડ પર લાઈટો નથી. ગામના 15 ટકા જેટલા ઘરોમાં લાઈટના મીટર જ નથી. ગામની વચ્ચે તળાવ આવેલું છે જેને ગ્રામજનો ગંદગીનું તળાવ તરીકે ઓળખે છે. આ તળાવમાં માત્ર ગંદગી અને લીલી વનસ્પતિ ઉગી ગઇ છે. ગામમાં પોસ્ટ ઓફ્સિ નથી. સહકારી મંડળી નથી. આરોગ્ય કેન્દ્ર નથી કે પછી દૂધ મંડળી પણ નથી. ગામના રસ્તાઓ ખરાબ છે તો રેલ્વે દ્વારા બનાવાયેલા ટનલમાં પાણી ભરાઈ જાય છે. મહેમદાવાદ શહેર અને પહાડ ગામ વચ્ચે માત્ર વાત્રક નદી આવેલી છે. છતાં મહેમદાવાદ પહોંચવામાં પંદર કિ.મી જેટલું અંતર કાપીને જવું પડે છે. ગ્રામજનો નદી પર કોઝવે બનાવાની માંગણી કરી હોવા છતાં હજી સુધી કોઝવે બન્યો નથી.
મહેમદાવાદ તાલુકાનું પહાડ ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પહાડ ગામની ગલીઓ હજી રાત્રિ પ્રકાશથી વંચિત છે. ગામમાં એક પણ વીજપોલ પર લાઈટ નથી. ગામના કદાચ 15% ઘરોમાં પણ વીજમીટરો નથી. ગામમાં પશુપાલન કરવામાં આવે છે પરંતુ દૂધની ડેરી નથી. કે સહકારી મંડળી પણ નથી. ગામમાં એક નાનું સરખું સ્વાસ્થ્ય કેન્દ્ર પણ નથી. આ ગામની જનસંખ્યા 2000 જેટલી છે. ગામ વાત્રક નદીના પટ ઉપર આવેલું હોવાથી નદીનો પ્રવાહ સીધો ગામને અથડાય છે. જેથી ગામનું ધોવાણ થાય છે. ગામની પારે પ્રોટેક્શન વોલ બનાવવા માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ છતાં તે ધ્યાને લેવાતી નથી. ગામના રસ્તાઓ ખરાબ, ખાડા ખાબોચિયા વાળા છે. ગામની વચ્ચે એક તળાવ છે જે ગંદકી અને લીલી વનસ્પતિથી ભરાઈ ગયું છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં રજૂઆતને તંત્રએ ધ્યાને લીધી નથી.
પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અમારું ગામ : માજી સરપંચ
પહાડ ગામના માજી સરપંચ બંસીભાઈ ભોઈએ જણાવ્યું કે અમારા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. પંચાયત ઘર પણ જૂનું છે. તે સિવાય બીજું સરકારી એક પણ મકાન નથી. હાલમાં રેલવે દ્વારા બોઘડું બનાવાયું છે. તેમાં પાણી ભરાઈ રહે છે વરસાદમાં અડધા ટ્રેક્ટરથી વધારે પાણી બોગદામાં રહેવાને કારણે તેમાંથી જવાતું નથી. માટે 25 કિમી જેટલું ફરીને મહેમદાવાદ પહોંચવું પડે છે. સરકાર અમારા ગામની સ્થિતિનું નિરીક્ષણ કરી ગામમાં પાયાની સુવિધાઓ પૂરી પાડે તેવી ગ્રામજનોની માંગણી છે.