- પર્યુષણ દરમિયાન 18 આરાધકોએ અઠ્ઠાઇ તપ કર્યા
- દહેગામમાં આજે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી
- મહાપર્વની પુર્ણાહુતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી
દહેગામમાં આજે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહાપર્વની પુર્ણાહુતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તપ અને આરાધનાના પર્વ નિમિતે જૈન સમાજમાં અઠઇ તપ, ક્ષીર સમુદ્ર તપ તેમજ ઉપવાસનો મહિમા અનેરો હોય છેં. આજે પારણા કરાવીને પર્યુષણ પર્વની ઉજવણી કરાઇ હતી.પર્યુષણ પર્વની શોભાયાત્રામાં આજે દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચોૈહાણ જોડાયા હતા અને પ્રાથમિક શાળા પાસે હાજર મેદનીને ઠંડા શરબતનું વિતરણ સ્વહસ્તે કર્યુ હતું.
દહેગામમાં મુનિ સુવ્રત સ્વામી ભગવાનની પેઢી દ્વારા આયોજીત પર્યુષણ પર્વમાં વિજય અભય દેવ સુરિશ્વરજી મહારાજ, સધ્વીજી તારક યશા શ્રીજી મહારાજ, ઋજુ પૂર્ણા મહારાજની નિશ્રામાં 21, 16 ,9 ઉપવાસ તથા અઠઇ તપના 24 આરાધક દ્વારા તપસ્યા કરવામાં આવી હતી. સવારે સમાજના હોલમાં પારણા કરવામાં આવ્યા હતા અને બપોરે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પર્યુષમ પર્વમાં 1 આરાધકે ક્ષીર સમુદ્ર તપ, 2 આરાધકોના 16 ઉપવાસ, એક આરાધકના 21 ઉપવાસ તેમજ 18 આરાધકોના અઠ્ઠાઇ તપ તેમજ એક આરાધક દ્વારા નવ ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમને આજે પારણા કરાવવામાં આવ્યા હતા. દહેગામ શહેરના નગરજનોએ શોભાયાત્રામાં હાજરી આપી હતી. ઠેર ઠેર શરબત અને ઠંડાપાણીની વ્યવસ્થા સેવાભાવી લોકોએ કરી હતી.