પરેશ ધાનાણી સહિત 50 કાર્યકરો જામીન પર મુક્ત, સુરતમાં ધરણાં પહેલાં કરાઈ હતી અટકાયત | 50 activists including Paresh Dhanani released on bail detained before dharna in Surat

Homesuratપરેશ ધાનાણી સહિત 50 કાર્યકરો જામીન પર મુક્ત, સુરતમાં ધરણાં પહેલાં કરાઈ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

મિસ્ટ્રી સ્પીનર પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં જોડાવા રેસમાં સામેલ, કોચ ગંભીરનો છે ફેવરિટ | Mystery spinner Varun Chakravarthy in race to join the Champions...

Champions Trophy 2025, Varun Chakravarthy : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરુઆત 19 ફેબ્રુઆરીથી થશે. આ ટુર્નામેન્ટ 'હાઇબ્રિડ મોડેલ' હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટની...

Amreli Fake letter Scandal : સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે. ત્યારે આજે સોમવારે (13 જાન્યુઆરી) સુરતના વરાછાના માનગઢ ચોકમાં ધરણાં પર બેસે તે પહેલાં જ પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવ્યા બાદ સાંજે 5:00 વાગ્યાની આસપાસ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. 

આજે સુરતમાં હતો ધરણાનો કાર્યક્રમ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણીએ ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધરણાં પ્રદર્શનના કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસે પરેશ ધાનાણી, પ્રભાત દૂધાત સહિતના 50થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. 

પોલીસ ધરણાંની પરવાનગી નહીં આપે તો અમે પોલીસ સ્ટેશનમાં જ ધરણાં કરીશું

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ‘અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે, તેને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે. અમે માનગઢ ચોક ખાતે ધરણાં પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી.’ ‘ખરેખર આ પ્રકારના ધરણાં પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિની ધરણાં કરવાના હતા. હાલ અહીં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જો અમને પરવાનગી આપવામાં નહી આવે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરુ કરી દઈશું.’

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon