પરમિટવાળો દારૂ, પેટ્રોલ-ડીઝલના વેચાણ પર સરકારને રૂ. 46.26 કરોડની આવક | Government earns Rs 46 26 crore revenue from sale of liquor petrol and diesel with permits

0
6

– નાણાંકીય વર્ષ 2023-24 ની સરખામણીએ 2024-25 માં વેટ કલેક્શનમાં ઘટાડો

– ભાવનગરમાં નાણાંકીય વર્ષ 2024-25 માં વેટ સૌથી વધારે ફેબુ્રઆરી-2024 માં અને સૌથી ઓછું સપ્ટેમ્બર-2024 માં વેટ કલેક્શન થયું

ભાવનગર : જીએસટી લાગૂ થયાં બાદ પણ પેટ્રોલ-ડીઝલ અને પરમિટ વાળા દારૂ પર સરકાર વેલ્યૂ એડેડ ટેક્સ લગાવે છે. ભાવનગરમાં નાણાંકીય વર્ષ-૨૦૨૪-૨૫માં સરકારે વેટ સ્વરૂપે રૂ.૪૬.૨૬ કરોડની કમાણી કરી છે. જેમાં સૌથી વધારે ફેબુ્રઆરી-૨૦૨૫માં અને સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૪માં વેટ કલેક્શન થયું છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વેટ કલેક્શન ઘટયું છે.

ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂના વેચાણ પર વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ)ના સ્વરૂપે સરકારે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ રૂ.૪૬.૨૬ કરોડની કમાણી કરી છે. જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ની સરખામણીએ રૂ.૨.૨૬ ઓછી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગરમાં વેટ કલેક્શન રૂ.૪૮.૫૨ કરોડ થયું હતું. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સૌથી વધારે વેટ કલેક્શન ફેબુ્રઆરી-૨૦૨૫માં રૂ.૪.૫૫ કરોડ થયું હતું. જ્યારે સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૪માં રૂ.૨.૭૯ કરોડ થયું હતું. ઉલ્લેખનીય છે કે, જીએસટીના અમલીકરણ બાદ પણ પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂના ખરીદ-વેચાણ પર ટેક્સ સ્વરૂપે હજુ વેલ્યુ એડેડ ટેક્સ જ વસૂલવામાં આવે છે. આ ત્રણેય કોમોડિટિને અને તેમાંય ખાસ કરીને પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં આવરી લેવામાં આવે તેવી માંગ વચ્ચે પણ સરકાર પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂ પર વેટ યથાવત્ રાખ્યો છે.

ભાવનગરમાં 2024-25 નું વેટ કલેક્શન

માસ

રકમ
(કરોડ રૂ.માં)

એપ્રીલ

૩.૧૨

મે

૪.૪૯

જુન

૪.૪૧

જુલાઈ

૩.૬૬

ઓગસ્ટ

૩.૪૩

સપ્ટેમ્બર

૨.૪૯

ઓક્ટોબર

૩.૬૫

નવેમ્બર

૪.૦૩

ડિસેમ્બર

૪.૧૨

જાન્યુઆરી

૩.૭૮

ફેબુ્રઆરી

૪.૫૫

માર્ચ

૪.૨૨

કુલ

૪૬.૨૬

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here