Last Updated:
ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે પુત્રએ પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ કરવામાં આવી. જેમાં ડબલ મર્ડર થયાની ઘટના સામે આવી છે. ડબલ મર્ડરને લઈને પોલીસ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ગાંધીનગર : સાંતેજ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો છે. કલોલ બોરીસના ગામમાં દશરથ ઠાકોર અને ગિરીશજી ઠાકોરનું મર્ડર થયું છે. હત્યારો ભરત ઠાકોર અને મૃતક દશરથ ઠાકોર બંને વચ્ચે ફેમિલી રિલેશન હતા અને બંને એકબીજાને ઓળખતા હતા. બંને મૃતકો બનાસકાંઠાના ભાભર જમીન સોદા માટે ગયા હતા. હત્યારો ભરતને દશરથ ઉપર શંકા હતી કે તેની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. હત્યારાએ અગાઉથી જ દશરથની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
હત્યારાએ બંનેના ટિફિનમાં અગાઉથી ઉંઘની ગોળીનો પાવડર ભેળવી દીધો. જમ્યા બાદ બંનેને ઉંઘ આવતા બંનેને ગાડીમાં બેસાડી કલોલ આવવા નીકળ્યા. એમની સાથે હત્યારો ભરતના બે મામાના દીકરા પણ બીજી ગાડી લઈને આવ્યા હતા. કલોલ પહોંચતા શેરીસા કેનાલમાં બંનેને ઉંઘમાં જ ધક્કો મારી એમની હત્યા કરી હતી. જે બાદ મૃતકની ગાડી ત્યાં જ છોડી જતા રહ્યા હતા. મૃતકના દીકરાએ પિતાના ગુમ થયાની પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેની તપાસ હાથ ધરતા ભાભર ગઈ હતી. આરોપીઓની પોલીસે રાપરથી ધરપકડ કરી છે.
Gandhinagar,Gujarat
March 15, 2025 10:46 PM IST