પત્ની અને કાકીનાં મર્ડરમાં ૧ર વર્ષથી વોન્ટેડ આરોપી અંતે યુપીથી ઝડપાયો | Accused wanted for 12 years in wife and aunt’s murder finally caught in UP

HomeRAJKOTપત્ની અને કાકીનાં મર્ડરમાં ૧ર વર્ષથી વોન્ટેડ આરોપી અંતે યુપીથી ઝડપાયો |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ક્રાઈમ બ્રાંચે વેશપલ્ટો કરી આરોપીને દબોચી લીધો

આરોપી ગાઝીયાબાદમાં પિતા અને પુત્ર સાથે મળી ચાની ટપરી
ચલાવતો હતો

રાજકોટ : ર૦૧રની સાલમાં રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટર પાછળ
આવેલા નાળોદાનગરમાં રહેતો પવન ઉર્ફે પ્રવિણ રામશંકર શર્મા (ઉ.વ.૪૯) પત્ની અને
કાકીની છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયો હતો. આ ડબલ મર્ડરમાં છેલ્લા ૧ર વર્ષથી
વોન્ટેડ હતો. આખરે તેને ક્રાઈમ બ્રાંચે યુપીના ગાઝીયાબાદ શહેરમાંથી ઝડપી લીધો છે.

આરોપી પવન ઉર્ફે પ્રવિણ હાલ દિલ્હી અને ગાઝીયાબાદ ખાતે
હોવાની ચોકકસ બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ
એ.એન. પરમાર ચારેક પોલીસમેનો સાથે રવાના થયા હતા. આરોપી પવન ઉર્ફે પ્રવિણ હાલ
ગાઝીયાબાદમાં હોવાની ચોકકસ માહિતી મળતાં ત્યાં પહોંચ્યા હતા.

તે વખતે જાણવા મળ્યું કે આરોપી પવન ઉર્ફે પ્રવિણ
ગાઝીયાબાદમાં ભરચક્ક એરિયામાં ચાની ટપરી ધરાવે છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ તે
બજારમાં ફ્રુટની લારી
, હાથ
રિક્ષા
, સામાનની
રિક્ષા અને મફલરની લારી ધારકનો વેશ ધારણ કરી વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

પરંતુ આરોપી પવન ઉર્ફે પ્રવિણ દોઢેક દિવસ સુધી પોતાની ટપરીએ
આવ્યો ન હતો. આ દરમિયાન તેના પિતા અને પુત્ર આ ટપરી સંભાળતા હતા. દોઢેક દિવસ બાદ
તે આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો હતો.

ત્યાર પછી તેને રાજકોટ લઈ આવી હવે ભક્તિનગર પોલીસને સોંપી
દીધો છે. જેનો સ્ટાફ હવે કયા કારણથી ડબલ મર્ડર કર્યા હતા તે દિશામાં તપાસ કરશે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon