Suicide Case Halol : હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેમતપાર્કમાં રહેતા બરકતઅલી ફતેહમહમદ મકરાણી ઉંમર વર્ષ 31 ની પત્ની શેરબાનુને અન્ય પુરુષ સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. જેથી બરકતઅલીએ પત્ની પાસેથી સંતાનો મેળવવા હાલોલ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ બાદ તેની પત્ની શેરબાનુ બરકતઅલી સાથે રહેતી હતી અને સાથે-સાથે કોર્ટ કેસ પણ ચાલુ હતો. જોકે પત્ની હજી પણ અન્ય પુરુષ સાથે સંબંધો રાખે છે તેવી શંકા હોવાથી બરકતઅલીને મનમાં લાગી આવ્યું હતું. અને સાવલી તાલુકાના ખાખરીયા ગામની સીમમાં નર્મદા કેનાલની બાજુની ઝાળીઓમાં બાવળના ઝાડ સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.