પત્નીએ પ્રેમી સાથે મળી ન કરવાનું કરી નાખ્યું, નિર્દોષ પતિનો આખરે શું વાંક? ધ્રુજી જશો આખી ઘટના જાણી-Police arrest wife who killed husband along with lover in Jamnagar

    0
    6

    Last Updated:

    જામનગરમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી નાખી જેને લઈને પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને હાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેમાં પોલીસે આજે પ્રેમી સાથે મળીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

    પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી
    પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી

    જામનગર- કાલાવડ હાઈવે પર આવેલ વિજરખી ગામ નજીક રવિવારે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં કાર ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું અને તેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ પ્રેમમાં અંધ પત્નીએ પોતાના પ્રેમી દ્વારા પતિનું કાસળ કઢાવી નાખ્યાનું સામે આવતા જ પોલીસ ચોંકી ઉઠી હતી, અને પતિની હત્યા અંગે પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને હત્યાનો કાવતરું રચનાર પત્ની અને તેના પ્રેમીને પોલીસે દબોચી લીધો છે.

    જામનગરના ચકચારી ઘટનાની વાત કરીએ તો, જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામનો 30 વર્ષનો યુવાન રવિવારે સાંજે 6 વાગ્યા આસપાસ બુલેટ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન તેની પાછળ આવી રહેલી જી.જે.20 એ.ક્યુ. 8262 નંબરની કારના ચાલકે ઠોકર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં બુલેટ ચાલક રવિ મારકણાને ગંભીર ઈજા થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.

    આ અકસ્માત અંગે સૌપ્રથમ પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા આ અકસ્માત અંગે શંકા જણાતી હતી, અને બુલેટ ચાલક યુવાનને ઢસડ્યો હોવાના નિશાન પણ સામે આવ્યા હતા. જેથી સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કારના ચાલક અક્ષય છગનભાઈ ડાંગરિયાને શોધી લેવાયો હતો. બાદમાં તેની પૂછપરછ ચલાવાઈ રહી હતી. મોડેથી પોલીસને સમગ્ર પ્રકરણમાં આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કારચાલક અક્ષય ડાંગરિયાએ આ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

    અક્ષય ડાંગરિયા મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ ચલાવી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું, તેમાં પત્ની રીંકલે જ પતિ રવિ મારકણા બુલેટ લઈને નીકળ્યાની માહિતી આપી હતી. બાદમાં લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે રવિવારે સાંજે તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું.

    આરોપી અક્ષય ગઈકાલે સાંજે કાલાવડથી જામનગર તરફના માર્ગે બુલેટનો પીછો કરીને વિજરખી પાસે મોકો શોધી હત્યા કરી નાખ્યાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેની આરોપી દ્વારા કબુલાત પણ કરી લેવાઈ છે, અને મૃતકની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું.

    ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બનાવમાં પોલીસે કાર કબજે કરી લીધી છે, તેમજ મૃતક રવિના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ સામે હત્યા અંગેનો ગુનો નોંધી લીધો છે, અને બંનેને ઝડપી પાડી સમગ્ર અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here