- 150 જેટલા કર્મચારીઓએ ચીફ ઓફિસરને આવેદન આપ્યું
- વિવિધ પડતર માંગણીઓનો ઉકેલ નહી આવતા કર્મચારીઓમાં રોષ
- નગર પાલિકાના સીઓને કર્મચારીઓએ આવેદન આપીને સરકારને પોતાની રજુઆત કરી
દહેગામ નગરપાલિકાના દોઢસો જેટલા કર્માચારીઓએ આજે દહેગામ પાલિકાના ચીફ ઓફીસરને આવેદન પત્ર આપ્યુ હતુ. કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને સરકારને લોકસભાની ચુંટણીઓમાં મતદાનથી અળગા રહીને ચુંટણી બહીષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. દહેગામ સહીત આજે રાજ્યની 157 નગર પાલિકાના સીઓને કર્મચારીઓએ આવેદન આપીને સરકારને પોતાની રજુઆત કરી હતી.
રાજ્યમાં આવેલી નગરપાલિકાઓના કર્મચારીઓ પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા સરકારને અનેક રજુઆતો કરી ચુક્યા છે. વિવિધ માંગણીઓને નજરઅંદાજ કરાતા પાલિકા કર્મીઓ પણ ઉગ્ર આંદોલન કરવાના મુડમાં છે. પાલિકાના તમામ કર્માચારીઓ પોતાના પરીવાર કુટંબીજનો સાથે આગામી લોકસભા ચુંટણીમાં મતદાનનો બહીષ્કાર કરનાર હોવાથી આજે રાજ્યના તમામ ચીફઓફીસરોને આવેદનઆપ્યુ હતુ. જેમાં દહેગામ ચીફ ઓફી સરને દહેગામ પાલિકાના કર્માચારીઓ આવેદન આપ્યુ હતુ. કર્માચારીઓની માંગણીઓ માટે તાજેતરમાં છેલ્લી નોટીસથી સરકારને વિનંતી કરાઇ હ તી. પરંતુ અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ, કમિશ્રનર મ્યુમનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર દ્વારા રજુઆતોને સતત નજરઅંદાજ કરવામાં આવી હોવાનુ જણાવાયુ હતુ. પડતર પ્રશ્નોનુ નિરાકરણ ઝડપીથી લાવવામાં નહી આવે તો મતદાનના દિવસે રાજ્યની તમામ નગરપાલિકાના કર્મચારી ઓ પરીવાર સાથે મતદાનનો સામુહિક બહિષ્કાર કરશે એમ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે દહેગામ પાલિકા ખાતે કર્મચારીઓએ ચીફ ઓફીસરને આ મામલે આવેદન આપીને જાણ કરી હતી. પાલિકાના કર્મચારીઓ પોતાને રાજ્ય સરકારના કર્માચારી ગણવા માટે , જુની પેન્શન યોજનાના લાભો આપવામાટે, પાલિકાના કર્મચારીઓને પણ પ્રમોશન આપવા અને બઢતી મુજબ ઉચ્ચતર પગાર ધોરણના આનુસાંગિક લાભો આપવા સહીતની 14 જેટલી માંગણીઓ પુરી કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે.