પંજાબથી કચ્છમાં કોકેઇનની ડિલિવરી કરવા આવેલા પતિ પત્ની સહિત 4 ઝડપાયા

HomeKUTCHપંજાબથી કચ્છમાં કોકેઇનની ડિલિવરી કરવા આવેલા પતિ પત્ની સહિત 4 ઝડપાયા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કચ્છ: કચ્છ ઈસ્ટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા શુક્રવારના રોજ મોડી રાત્રે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા ગામથી સામખયારી તરફ જતા નેશનલ હાઈવે પરથી બે મહિલા સહિત ચાર જેટલા પંજાબના રહેવાસીઓની 1,47,67,000 રૂપિયાની કિંમતના કોકેઇનના 147.67 ગ્રામના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે 27 વર્ષીય હનીસિંગ બિન્દર સિંગ, 25 વર્ષીય સંદીપસિંગ પપ્પુ સિંગ તેમજ તેની પત્ની 21 વર્ષીય અર્ષદીપકૌર સંદીપસિંગ અને 29 વર્ષીય જસપાલકોર ઉર્ફે સુમન ગુલવતસિંગ ઉર્ફે સનીસિંગની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે પંજાબ ખાતેથી કોકેઈનનો જથ્થો મોકલનાર અને આરોપી જસપાલકોર ઉર્ફે સુમનના હતી ગુલવંત સિંગ ઉર્ફે સનીસિંગની શોધખોળ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ પંજાબ રાજ્યના ભટિંડા જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. પાંચે પાંચ આરોપીઓ એકબીજાના કુટુંબીજનો હોવાનું પણ સામે આવ્યું છે.

કચ્છ ઈસ્ટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવનારા વી.પી આહીર દ્વારા લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક ફોર વ્હીલર કારને ચેકિંગ સાથે ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ કારના બોનેટના ભાગે આવેલા એર ફિલ્ટરના નીચેના ભાગેથી એક શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે એફએસએલની મદદ લેવામાં આવી હતી. એફએસએલના પરીક્ષણ દરમિયાન માદક પદાર્થનો જથ્થો કોકેઇન હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: 
રાજકોટ: યુવતીની કરપીણ હત્યા, તપાસ દરમિયાન બીજી પણ લાશ મળી, કંપારી છૂટી જાય તેવી ઘટના

સમગ્ર મામલે કચ્છ ઈસ્ટ એસપી સાગર બાગમાર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. આરોપીઓ કોકેઇનની રીટેઈલ ડીલેવરી કરવા માટે કચ્છ ખાતે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ આરોપીઓ પંજાબ રાજ્યના ભટિંડા જિલ્લાના રામપુરા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. પાંચ આરોપીઓમાં બે કપલ હોવાનું સામે આવ્યું છે. પંજાબના ભટિંડા થી ગુલવંતસિંગ ઉર્ફે સનીસિંગ દ્વારા પોતાની પત્ની જસપાલ કોર ઉર્ફે સુમન સહિતના વ્યક્તિઓ મારફતે કચ્છ ખાતે કોકેઇનનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. આરોપીઓ અહીંયા કોને માલ ડિલિવર કરવા આવ્યા હતા. તેમજ અગાઉ કેટલી વખત કચ્છ ખાતે માલ ડિલિવર કરી ચૂક્યા છે? તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવા માટે તેમને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon