નેકનો ગ્રેડ મેળવવા હાઇ પાવર કમિટી રચાઇ પણ હજુ સુધી એક મિટીંગ પણ મળી નથી | A high powered committee was formed to get NEC grade but not a single meeting has been held yet

0
3

– યુનિવર્સિટીમાં નિર્ણયો માત્ર કાગળ ઉપર

– નવા અપડેઇટ સાથે હવે ૧૦૦% ઓનલાઇન ડેટાના આધારે પૃથ્થકરણ થવાનું હોય આગોતરી તૈયારી જરૂરી

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને છેલ્લે ૨૦૨૩ સુધી સી ગ્રેડ નેકમાં મળ્યો હતો જેને સુધારવા સતત પ્રયત્નો થયા હતાં. જ્યારે નેક એક્રેડીટેશનનો નવો ગ્રેડ મેળવવા નવી પોલીસી બનાવાઇ છે જેમાં ૧૦૦ ટકા ડેટા બેઝ આધારે પૃથ્થકરણ કરવામાં આવનાર છે. જ્યારે ઇ.સી. બેઠખમાં ગ્રેડ સુધારવા હાઇ પાવર કમિટીની રચના કરાઇ છે પરંતુ આ કમિટી બન્યાને પણ બે માસ જેટલો સમય વિતવા છતાં હજુ એક મિટીંગ પણ મળી શકી નથી.

વર્ષ-૨૦૨૩માં યુનિવર્સિટીને મળેલ સી ગ્રેડનો ટાઇમ પીરીયડ પૂર્ણ થતા નવું એક્રિડીટેશન મેળવવા નેક માટે એપ્લાય થવાની કાર્યવાહી મંથર ગતિએ યુનિ.માં શરૂ થઇ વિવિધ વિભાગો પાસેથી માહિતી એકત્રીકરણ કરવામાં આવી અને ડિસેમ્બરમાં નેક માટે એપ્લાય થવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અગાઉ ૭૦-૩૦નો જે રેશિયો હતો એટલે કે ૭૦ ટકા ડેટાના આધારે અને ૩૦ ટકા ફીઝીકલ ઇન્સપેક્શનના આધારે થતા ગુણ પર ગ્રેડ નક્કી કરવાની પોલીસીમાં ધરમૂળથી ફેરફાર થયો અને ૧૦૦ ટકા ઓનલાઇન ડેટા બેઝ ઇન્સપેક્શન કરવાનું નક્કી થયું જેમાં નેક માટેના કુલ સાત ક્રાઇટ એરીયા યથાવત રાખવાની સાથે નવા ચાર મુદ્દાની વિગતો ઉમેરાઇ હોવાનું આઇક્યુએસી દ્વારા જણાયું હતું. જો કે, નેકમાં યુનિવર્સિટીને સારો ગ્રેડ મેળવવા એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા હાઇ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી. પરંતુ આ કમિટી મેમ્બરોએ અત્યાર સુધીમાં કરેલી કામગીરીની માહિતી મેળવી હતી. જ્યારે આગામી નવી પદ્ધતિ પ્રમાણે એપ્લાય કરવા જ્યારે પોર્ટલ ખુલશે ત્યારે પોતે સજ્જ રહેવા આગોતરૂ આયોજન કરવું જોઇએ પરંતુ આ હાઇ પાવર કમિટીની હજુ સુધી એકપણ બેઠક મળી નથી. જે સુષુપ્તતા કયો ગ્રેડ અપાવશે. જાણવા મળ્યા મુજબ એસઓપી પણ આગામી દિવસોમાં જાહેર થશે તેવું જણાયું છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here