નવી સિવિલમાં ત્રણ માસની બાળકીનું મોત, ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ | Death of three month old baby girl in Nawi Civil allegation of negligence against the doctor

Homesuratનવી સિવિલમાં ત્રણ માસની બાળકીનું મોત, ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ | Death...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પલસાણાના સાકી ગામે રહેતા બાળકીના પરિવારે હોબાળો મચાવીને
ડોકટર સાથે અભદ્ર વર્તન કરી જાનથી મારવાની ધમકી આપી

     સુરત :

ઝાડા-ઉલ્ટી
સહિતની તકલીફ સાથે આવેલી પલસાણાના ૩ માસના બાળકીનું સારવાર દરમિયાન નવી સિવિલ
હોસ્પિટલમાં મોત થયુ હતું. જોકે  સિવિલના
ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાનું પરિવારજરે આક્ષેપ કર્યો
હતો. જયારે બાળકીના પરિવારજનો દ્વારા હોબાળો મચીવીને ડોક્ટરો સાથે અભદ્ર વર્તન કરી
જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું ડોકટરે કહ્યુ હતું.

પ્રાપ્ત
વિગત મુજબ પલસાણામાં સાખીગામમાં રહેતા પ્રકાશ નારાયણ મિશ્રાની ૩ મહિનાની બાળકીને
ગત તા.૬ઠ્ઠીએ સાંજે ઝાડા-ઉલ્ટી સહિતની તકલીફ હોવાથી પરિવારજનો સારવાર માટે નવી
સિવિલમાં લાવ્યા હતા. જયાં બે દિવસ પહેલા બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.
જયારે બાળકીના સંબંધીએ કહ્યુ કે
,
બાળકીને અગાઉ ઝાડા સહિતની તકલીફ થતા સારવાર માટે નવી સિવિલમાં લાવતા
દાખલ કરી હતી. બાદમાં તેને થોડા દિવસ સારવાર કર્યા બાદ તબિયતમાં સુધારો આવાતા રજા આપવામાં
આવી હતી. ગત તા. ૬ઠ્ઠીએ બાળકીને ફરી તબિયત લથડતા સારવાર માટે સિવિલમાં લાવ્યા હતા.
જોકે સિવિલના બાળકો વિભાગના ડોકટરે બાળકીને યોગ્ય સારવાર આપવામાં નહી આવતા મોતને
ભેટી હોવાના આક્ષેપ કર્યા હતા. બાદમાં તેમના પરિવારે સિવિલના અધિકારીને આ અંગે
લેખિતમાં ફરીયાદ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના
બાળકો વિભાગના ડો.જીગીશા પાટડીયાએ જણાવ્યું હતું કે
, બાળકીના પરિવાર પાસે અગાઉની સારવાર કર્યા હોવાના
કાગળો ન હતા. જોકે બાળકીને ખુબજ ગંભીર હાલતમાં પરિવારજનો સારવાર માટે લાવ્યા હતા. તે
સમયે બાળકીને ઝાડા -ઉલ્ટી
, તાવ,ખાંશી,
શરદી સહિતની તકલીફ હતી અને ખૂબ જ કમજોર હતી અને તેના માતા-પિતા તેની
સરખી કાળજી પણ રાખતા ન હતા. જોકે બાળકીને માતાનું ધાવણ આપવાનું હોય છે. પણ આ બાળકીને
પરિવાર દ્રારા બોટલથી દૂધ આપતા હોવાથી તબિયત વધુ બગડી હતી. વધુમાં તેમણે કહ્યુ કે
,
બાળકીના પરિવારજનો સિનિયર ડોક્ટર અને રેસીડન્ડ ડોકટર સાથે પણ ખૂબ જ અભદ્ર
વર્તન કરવામાં આવતું હતું. આ સાથે  તેઓ ડોકટરને
જાનથી મારી નાખવાની પણ ધમકી આપીને હોબાળો મચાવ્યો હતો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં
આવશે. જોકે ડોકટરોએ બાળકીને યોગ્ય અને જરૃરી સારવાર આપી હતી. તેઓ ખોટા આક્ષેપ કર્યા
હતા. 

 – બનાવ અંગે તપાસ માટે કમિટી રચાઇ

સિવિલના
તબીબી અધિક્ષક ડો. ધારીત્રી પરમારે કહ્યુ કે
, આ બનાવ અંગે હકીકત જાણવા માટે, તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જોકે કમિટીમાં બાળકો,ગાયનેક અને રેડીયોલોજી વિભાગ સાથે ત્રણ સિનિયર ડોકટરો યોગ્ય અને જરૃરી તાપસ
કરીને અઠવાડીમાં રિપોર્ટ રજુ કરશે. જેમાં કોઇ કશુરવાર હશે. તેની સામે કાર્યવાહી કરવામાં
આવશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon