ભરૂચ: જિલ્લાના વાલિયા તાલુકાના સાબરીયા ગામમાં રહેતા ખેડૂત જીતેન્દ્રભાઈ શંભુભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત ભીંડા, મગ, ગવારસિંગ, શેરડી, ઘઉં, તુવેર, ડાંગર સહિતના પાકની કરે છે. ખેડૂત જીતેન્દ્રભાઈએ અભ્યાસમાં ધોરણ 9 પાસ કર્યું છે. ખેડૂત છેલ્લા 5-6 વર્ષથી ભીંડાની ખેતી કરે છે. ખેડૂતે 26 જાન્યુઆરીએ ભીંડાનું વાવેતર કર્યું હતું. ખેડૂત 3,500 રૂપિયા કિલોના ભાવે US005 જાતના ભીંડાનું બિયારણ વ્યારા ખાતેથી લાવ્યા હતા. ભીંડાનો પાક શિયાળાની સીઝનમાં 15 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો ઉનાળાની સીઝનમાં તૈયાર થતા 45 દિવસનો સમય લાગે છે.
ખેડૂત સ્થાનિક મંડળી પાસે ભીંડાનો પાક આપે છે
ભીંડાની ખેતીમાં ખેડૂત માવજત તરીકે ખાતરમાં પાયામાં ડીએપી અને યુરિયા આપે છે. ખેડૂત ભીંડાની ખેતીમાં દર અઠવાડિયે પાણી આપે છે. ખેડૂતના ભીંડાના પાકને તૈયાર થતા 45 દિવસનો સમય લાગ્યો છે. ખેડૂત સ્થાનિક ભીંડા તોડી તેને ઝંખવાવ મંડળી ખાતે પહોંચાડે છે.
ભીંડાનો માર્કેટ ભાવ 450થી 500 રૂપિયા પ્રતિ મણ
ખેડૂતને ભીંડાના પાકનો માર્કેટ ભાવ 20 કિલોના 450થી 500 રૂપિયા મળી રહે છે. ખેડૂત દર બીજા દિવસે ભીંડાનો ઉતારો લે છે. ખેડૂતે ભીંડાની ખેતીમાં અત્યાર સુધીમાં 15 વખત ઉતારો લઈ લીધો છે. ખેડૂતના ભીંડાનો પાક અને નેત્રંગ, વ્યારા તેમજ સુરત સહિતના શહેરો સુધી જાય છે. આમ ખેડૂતને ભીંડાની ખેતીમાં મબલખ ઉત્પાદન સાથે સારી આવક મળી રહ્યા છે.
સાબરીયા ગામના પથ્થરાળ જમીનમાં બોર મોટરના પાણીથી થતા ભીંડા ખાવામાં મીઠા હોય છે. અઠવાડિયામાં બેથી વધુ વાર ભીંડાનો પાક નીકળે છે. ભીંડા પકવતા ખેડૂત ખૂબ મહેનત કરી પોતાનો પસીનો રેડી ભીંડા પકવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર