
Last Updated:
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતીના કામમાં પરિવર્તન આવ્યું છે. નળિયા, વાંસ અને લાકડાંની માંગમાં વધારો થયો છે. વાંસના ભાવમાં 15% થી 20%નો વધારો થયો છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતીના કામકાજમાં પરિવર્તન જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, ખેડૂતો હવે ખેતરોમાં છાપરા બનાવવા, પાણી અટકાવવાની વ્યવસ્થાઓ કરવા અને ખેતીને પૂરથી બચાવવા માટે જરૂરી સાધનો શોધી રહ્યા છે. આ માટે નળિયા, વાંસ અને લાકડાંની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
તોફિકભાઈ કુરેશીએ જણાવ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી નળિયા, વાંસ અને લાકડાંના વેપારમાં પ્રવૃત્ત છે. સાવરકુંડલા શહેરમાં રહે છે અને 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પિતાના વ્યવસાયમાં જોડાયા હતા. તેઓ કહે છે કે હાલના વરસાદને કારણે ખેડૂતો ખેતી માટે વધુ નળિયા અને વાંસ ખરીદી કરવા આવી રહ્યા છે. ખાસ કરીને વરસાદના વધારાને કારણે તેઓ પોતાના ખેતરો અને પાકોની રક્ષા માટે વધુ ખરીદી કરી રહ્યા છે.

તોફિકભાઈના જણાવ્યા મુજબ, વાંસ અને નળિયાની કિંમતોમાં છેલ્લા બે સપ્તાહમાં આશરે 15% થી 20%નો વધારો થયો છે. જે વાંસ અગાઉ રૂપિયા 30 થી 35 પ્રતિ દંડા ભાવે મળતા હતા, તે હવે રૂપિયા 40 થી 45 વચ્ચે વેચાઈ રહ્યા છે. લાકડાના ભાવ પણ વધી ગયા છે. ખાસ કરીને મીટર લાકડાનો દર પહેલા કરતાં 10 થી 15 રૂપિયા થયો છે. તોફિકભાઈએ વધુમાં જણાવ્યું કે, “દર વર્ષે વરસાદ પહેલાં થોડી માંગ રહે છે, પણ આ વર્ષે વધુ વરસાદ અચાનક પડ્યો હોવાથી ખેડૂતોને ઝડપથી ખેતમજૂરી માટે નળિયા અને વાંસ જોઈએ છે. આવા સમયે આપણે સ્ટોક પૂરો રાખવો પડે છે અને મોટા ભાગના ખેડૂતો પૈસા રોકીને વધુ માલ લઈ જાય છે.”
ખેતી માટે નળિયા અને વાંસ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તે ખેડૂતોને પાકની વેલીઓને ચઢાવવામાં, વરસાદ દરમિયાન પાકને સહારો આપવામાં અને ખેતરો જાળવવામાં મદદ કરે છે. તેથી વરસાદ દરમિયાન આવા સાધનોની માંગ વધવી સ્વાભાવિક છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગર વિસ્તારોમાં વાંસ અને નળિયાના વેચાણમાં તેજી જોવા મળી છે. સ્થાનિક બજારના ડીલરોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં વધુ વરસાદ થશે તો માંગ સાથે ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે.
June 19, 2025 11:33 AM IST
[ad_1]
Source link