04
નળ સરોવર વેટલેન્ડ પક્ષી પ્રેમીઓના સ્વર્ગ સમાન: અત્યાર સુધીમાં જળાશયમાં 142 પ્રજાતિઓના પક્ષીઓ નોંધાયેલા છે, જે પૈકી 70થી વધુ પ્રજાતિઓ વિદેશમાંથી આવે છે. જેમાં યુરેશિયા, સાઈબીરીયા, રશિયા, ચીન અને ઉત્તરધ્રુવ તરફના દેશોમાંથી વિવિધ યાયાવર પક્ષીઓ અહીં (નળસરોવર) આવ્યા હોવાનું નોંધાયેલું છે. (તસવીર: Gujarat Tourism)