ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે ખેતીવાડીમાં ફૂલોનું તેમજ રોકડીયા પાકનું વાવેતર કર્યું હતું. ગત તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં રાત્રે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 18 લાખ ક્યુસેક પાણી છોડી મુકાતા, કિનારાના વિસ્તારમાં આવેલ ખેતીને ભારે નુકશાન થયું હતું. ખેડૂતોની ઘરવખરી તણાઈ ગઈ હતી, ત્યા…