01
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં જળસ્તર 27 સે.મી. જેટલું વધ્યુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે. નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી છે. જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આવામાં નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખુલ્લા મૂકાયા છે. ગેટમાંથી 1,75,000 ક્સુસેક પાણીની જાવક થઇ રહી છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી નદીમાં કુલ 2,11,975 ક્યુસેક જાવક છે.