02
ઉપરવાસમાંથી 3,68,137 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદીમાં 3,67,853 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા ડેમના 15 ગેટ 2.85 મીટર ખુલ્લા મુકવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમમાં કુલ 4691.60 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો નોંધાયો છે. નર્મદા નદી બે કાંઠે વસતા ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.