Sardar Sardar Yojana : સરદાર સરદાર યોજનાના અસગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માંગણીઓ છેલ્લા ઘણાં સમયથી ટલ્લે ચડેલી છે. ત્યારે નર્મદા જિલ્લાના નવાગામ લીમડી અને ચિચડીયાની બે વ્યક્તિએ મોબાઇલ ટાવર પર ચડી જઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં એક મહિલા અને યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘણાં લાંબા સમયથી સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોના પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. તેમના પ્રશ્નો અને માંગણીને માળિયે ચડાવી દેતાં ટલ્લે ચડી ગઇ છે. જેથી આજે બે અસરગ્રસ્ત દિનેશ તડવી (ચિચડીયા) અને બબીતા તડવી (નવા ગામ લીમડી) બંને મોબાઇલ ટાવર પર ચડી જઇ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો: ‘બે વાગ્યા સુધીમાં ચૈતર વસાવાને બોલાવો નહીંતર…’ ટાવર પર ચઢીને ખેડૂતે આપી આત્મહત્યાની ચીમકી
આ ઘટનાને પગલે તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તેમને મનાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બંને વ્યક્તિઓએ પોતાની માંગણી મુદ્દે કહ્યું હતું કે આઠ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં અમારી માંગણીઓ સંતોષાઇ નથી. જો અમારી માંગણીઓ સંતોષાશે નહી તો અમે ટાવર પરથી ઉતરીશું નહી.