સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચના અનેક ગામોમાં એલર્ટ અપાયું છે. ઉલ્લેખનીય છે કે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 ગેટ ખોલાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 135.30 મીટરે પહોંચી છે. નર્મદા નદી બે કાંઠે થતાં ત્રણ જિલ્લાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.
Source link