નરારા ટાપુની શિયાળામાં મુલાકાત લેવાનો બેસ્ટ સમય

HomeJamnagarનરારા ટાપુની શિયાળામાં મુલાકાત લેવાનો બેસ્ટ સમય

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જામનગર: કુદરતે જેને અફાટ સૌંદર્ય અને વિશાળ દરિયાકાંઠો આપ્યો છે તેવા જામનગરની કુદરતી સંપત્તિ અપરંપાર છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુએ વિશ્વભરના લોકોના મન મોહી લીધા છે ત્યારે હાલ દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્વર્ગ એટલે નરારા ટાપુ અને શિયાળાની ઋતુમાં નરારા ટાપુની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય હોય છે. અહીં અનેક પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે જેને નિહાળવો એક લ્હાવો હોય છે. આ ટાપુને અનોખો એટલા માટે માનવામાં આવે છે કે દરિયાની વચ્ચોવચ આવેલા આ ટાપુમાં જમીન માર્ગે પણ જઈ શકાય છે.

જામનગર – ખંભાળિયા હાઇવે પર આવેલ વાડીનારથી 9 કિમીના અંતરે આ નરારા ટાપુ આવેલ છે. અહીં જવા માટે ખાનગી વાહનો દ્વારા પર્યટકો, પ્રવાસી, તેમજ દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુ લોકો દોડી આવે છે. હાલ આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્વારા સંરક્ષણ અને સવર્ધન માટેની કામગીરી થાય છે.

News18

નરારા મરીન નેશનલ પાર્કના આરએફઓ હુશેન ઘાટે જણાવ્યું કે, “અહીં દરિયો ઓટના સમયે આશરે 3 કિલોમીટરના અંતરે અંદર સુધી ચાલ્યો જતો હોવાથી દરિયાઈ જીવસૃષ્ટિ જોઈ શકાય છે. શનિવાર, રવિવાર કે રજાના દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. આ દિશામાં અભ્યાસ કરતા લોકો પણ સૌથી વધુ મુલાકાત લેતા હોય છે. મરીન નેશનલ પાર્કની પ્રવેશ ફી ભરી પ્રવેશ આપવામાં આવે છે. સોમવારથી શુક્રવાર સુધી 40 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે વ્યક્તિ દીઠ 50 રૂપિયા જેવી ટિકિટ રાખવામાં આવી છે. મરીન નેશનલ પાર્કની મંજૂરી પ્રક્રિયા કરતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એક દિવસનો મરીન એજ્યુકેશન કેમ્પ થાય છે.”

આ પણ વાંચો:
હેલિકોપ્ટરમાં વરરાજા આવ્યા પરણવા, બહેનની ઈચ્છા થઈ પૂરી, આટલું લાગ્યું ભાડું

ટાપુની મુલાકાતે આવનાર જૂનાગઢના કિશન ચુડાસમાએ જણાવ્યું કે, “નરારા ટાપુમાં ઓટના સમયે રેતાળ રણ, પથ્થરોમાં સમુદ્ર ફૂલ, જેલી ફીશ, દરિયાઈ કીડા, કરચલા, ઓક્ટોપસ, દરિયાઈ ગોકળગાય, શંખલા, છીપલા, તારા માછલી, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી, પરવાળા, 120 પ્રકારની સેવાળ સહિતની અસંખ્ય જીવસૃષ્ટિ વસવાટ કરે છે. અમુક પ્રજાતિ અમે પહેલી વખત નિહાળી છે.”

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon