કોડીનારના છાછર ગામની શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાય મગર આવી ચડ્યાની ઘટના બની હતી. રસ્તા પર બિન્દાસ્ત રીતે મગરને ફરતી જોઈને વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. તો કેટલાક લોકોએ પોતાના ફોનમાં મગરના આંટાફેરાની ઘટના કેમેરામાં કેદ કરી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મગર બ્રિજ પર પોતાની મસ્તીમાં ફરી રહ્યો છે. મહત્વનું છે કે શિંગોડા નદીમાં મગરનું મોટા પ્રમાણમાં સામ્રાજ્ય રહેલું છે અને અવારનવાર મગર બ્રિજ પર આવી ચડતા હોય છે. જો કે થોડો સમય બ્રિજ પર લટાર માર્યા બાદ મગર ફરી નદીમાં ચાલ્યો ગયો. મગરની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Source link