- દરોડા પાડવા ગયેલી પોલીસને હાથ લાગ્યો ડુપ્લીકેટ દારૂ
- ડુપ્લીકેટ વિદેશી દારૂની 151 બોટલ સાથે ભેજાબાજ ઝડપાયો
- રહેણાંક મકાનમાંથી મુદ્દામાલ સાથે તૌસીફ પટણી ઝડપાયો
વેરાવળમાંથી ડુપ્લીકેટ દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં દરોડા પાડવા ગયેલી પોલીસને હાથ ડુપ્લીકેટ દારૂ લાગ્યો છે. તેમાં ડુપ્લીકેટ વિદેશી દારૂની 151 બોટલ સાથે ભેજાબાજ ઝડપાયો છે. રહેણાંક મકાનમાંથી મુદ્દામાલ સાથે તૌસીફ પટણી ઝડપાયો છે. અન્ય 4 શખ્સોની સંડોવણી સામે આવી છે.
અન્ય ફરાર ચાર ઈસમોની સંડોવણી પણ સામે આવી
પોલીસે મુદ્દામાલને FSL માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળની સોમનાથ ટોકીઝ વિસ્તારમાં SOG બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. જેમાં ચોર પે મોર… જેવો કિસ્સો સામે આવ્યો છે. વિદેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસને ડુપ્લીકેટ દારૂનો જથ્થો મળી આવ્યો છે. ડુપ્લીકેટ વિદેશી દારૂ ભરેલી 151 બોટલ સાથે ભેજાબાજ ઝડપાયો છે. નશાખોરો અને વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા લોકો સાથે છેતરપીંડીનું કારસ્તાન સામે આવ્યુ છે. રહેણાંક મકાનમાંથી મુદામાલ સાથે તૌસીફ ઉર્ફે મેલો યુસુફભાઇ ચીનાઇ પટણી નામનો ઈસમ ઝડપાયો છે. અન્ય ફરાર ચાર ઈસમોની સંડોવણી પણ સામે આવી છે.
વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટૂંકા ગાળામાં ત્રીજી વખત મોટો દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આજવા રોડ સરદાર એસ્ટેટ ખાતે પોણા બે કરોડનો દારૂ તેમજ રણોલી ખાતે 52 લાખનો દારૂ પકડનાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે નંદેસરી ખાતે એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે બનાવના સ્થળેથી ઇમરાન અબ્બાસ ભાઈ ચૌહાણ (ભાઈલાલ પાર્ક સોસાયટી, મધુનગર,ગોરવા), જીનેશ ઉર્ફે જીગ્નેશ બારીયા (કલ્યાણ નગર, ફતેગંજ), મો.રજાક ઉર્ફે અજ્જુ મજીદ શેખ (નર્મદા મકાન,માણેજા) ને ઝડપી પાડી રૂ. 72 હજારની કિંમતની 496 દારૂની બોટલ કરી હતી. આ ઉપરાંત રૂ.1900 ની રોકડ ત્રણ મોબાઇલ પણ કબજે કર્યા હતા. પોલીસે રુપાપુરા ગામના સ્વામી સરપંચ અને ફતેગંજ કલ્યાણ નગરના અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે.
Source link