મોડાસા: વેપારીઓ થોડા પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સમયાંતરે આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. આવામાં હવે નકલી ઘીનો વેપાર સામે આવ્યો છે. મોડાસામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા રહેણાંક મકાનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રહેણાંક મકાનમાં પોલીસને સાથે રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી
મોડાસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ઋષિકેશ સોસાયટીમાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રહેણાંક મકાનમાં પોલીસને સાથે રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન 29,778 કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગે 53 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો છે. જ્યારે નકલી ઘી બનાવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:
દાહોદ: લગ્ન પ્રસંગે જતી વખતે નડ્યો અકસ્માત, 16 લોકો સાથે ગાડી કૂવામાં ખાબકી
ગ્રાહકોએ આવા નકલી ઘીથી સાવચેત રહેવાની જરૂર
નોંધનીય છે કે, અનેક વખત નકલી ઘીનો કારોબાર સામે આવી ચૂક્યો છે. વેપારીઓ દ્વારા ઘીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વાત અનેક વખત સામે આવી ચૂકી છે. વધારે નફાની લાલચમાં ખાવાપીવાની વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવામાં આવે છે. ત્યારે ઘીની ખરીદતાં પહેલાં ગ્રાહકોએ આવા નકલી ઘીથી સાવચેત રહેવાની જરૂર છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર