ધ્રોલની કન્યા છાત્રાલયમાં છાત્રાને માર મારવાના એન.સી. કેસમાં પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરાયું : 29મીએ સુનાવણી | Police submit chargesheet in court in NC case of beating up student in Dhrol’s girls’ hostel

0
7

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળમાં જી.એમ.પટેલ કન્યા છાત્રાલયમાં પ્રવેશ કરી છાત્રાઓને માર મારવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં  આવી હતી. 

ધ્રોળના જી.એમ.પટેલ કન્યા છાત્રાલયમાં પ્રવેશ કરી છાત્રાઓને માર મારવાના પ્રકરણમાં પોલીસમાં અરજી કર્યા બાદ પોલીસે માત્ર એન.સી. કેસ કર્યો હતો, આથી ધ્રોળની અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જેથી ધ્રોળ અદાલતે ધ્રોળ પોલીસને તા.1 લી માર્ચે તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જે અન્વયે પોલીસે આ મામલે એન.સી. કેસમાં ચાર્જશીટ દાખલ કરતાં ધ્રોળ અદાલતમાં આ કેસની કાર્યવાહી ચાલશે, જે અંગે આગામી તા.29-3-2025 ની મુદ્ત પડી છે.

 ધ્રોળમાં આ બનાવ તા.9-૩-2024 ના બન્યા પછી કડવા પટેલ કેળવણી મંડળે કેમ્પસના મદદનીશ કેમ્પસ ડાયરેક્ટર જેન્તિભાઈ રવજીભાઈ કગથરાને તા.12-3-2024 ના દિને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here