02
તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ સી.એ. ગાંધી દ્વારા એક જાહેરનામા દ્વારા કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ તથા કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.