- 8 લાખ મેટ્રિક ટનનાં લક્ષ્યાંક સાથે નવી સિઝન માટે શરૂઆત કરાઈ
- ચેરમેન, તમામ ડિરેકટરો સાથે સંતો અને ખેડૂતો દ્વારા પૂજા કરાઈ
- ડિસ્ટીલરી પ્રોજેક્ટ માં પણ 1લાખ લીટર ઇથોલીન બનવવામાં આવે છે
નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ અને તમામ ડીરેકટરો સાથે સ્વામિનારાયણ સંતો, સુગર ફેક્ટરીની સમગ્ર ટિમ અને ખેડુતો સૌની ઉપસ્થિતમાં પૂજા કરીને સુગર ફેકટરીને રવિવારથી ધમધમતી કરાઈ હતી.
ફેક્ટરીના શરૂઆતમાં 700 હેક્ટરમાં વાવેલી ઓર્ગેનિક શેરડીનું પીલાણ 2 મહિના કરવામાં આવશે જેનાથી શુદ્ધ ખાંડ સલ્ફરલેશ ખાંડ નું ઉત્પાદન કરી ભારત દેશ સહીત વિદેશો માં પણ નિકાસ કરવામાં આવશે, નવા વર્ષ માટે ભરૂચ નર્મદા માં 30 હજાર એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને 8 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરીને 10 લાખ ક્વિન્ટલ ખાંડ નું ઉત્પાદન કરવામાં આવશે આ લક્ષયાંક પૂર્ણ કરવા સુગરની સમગ્ર ટીમ કામે લાગી આ સાથે અહીં બનવવામાં આવેલ ડિસ્ટીલરી પ્રોજેક્ટ માં પણ 1લાખ લીટર ઇથોલીન બનવવામાં આવે છે જે ગુજરાત માં પ્રથમ સુગર છે શેરડી ના પીલાણ સાથે ઇથોલીન નું ઉત્પાદન કરવામાં આવે છે
આ અંગે ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ એ જણાવ્યું હતું કે આ વર્ષે સીઝનના સાડા નવ લાખ શેરડી પીલાણ કરવાનો આપણો ટાર્ગેટ છે અને સુગર ફેક્ટરીને માર્ચ 2024 માં પેપરલેસ બનાવવાનું અમે અભિયાન ઉપાડયું છે જેથી કાગળનો વપરાશ ઘટી જાય સાથે તેઓએ જણાવ્યું હતું કે 2017ના વર્ષમાં ધારીખેડા સુગર ફેક્ટરી દેશમાં સૌથી વધુ પીલાણ કરતાં પીલાણ કરતી ફેક્ટરી બને તેવો અમારો ટાર્ગેટ છે. વેસ્ટમાંથી બેસ્ટ બને તેમ અમે જે રાખમાંથી બ્રિકસ બનાવવાના છે. ઇટબોલિન પેંત્વોસ નીકળે જેમાંથી પોટાશ ખાતર બનાવવા આયાત બનાવવામાં આવે છે.તેઓએ જણાવ્યું હતું કે આપણા દેશમાં પૂરતું ઉત્પાદન ન હોવાથી પોટાસ પડે આયાત કરવું પડે છે.વધુમાં રીફાઈન્ડ ખાંડ ઉપરાંત .ઓગેનિક અને ફાર્મા ગ્રેડ ખાંડ પણ ઉત્પાદન કરવાંમાં આવશે.