- માગણીના એક વર્ષ બાદ સરકાર દ્વારા પ્લાસ્ટિક ફાળવાયું
- ખેતતલાવડીથી સિંચાઈના પાણીની વર્ષોજૂની સમસ્યા દૂર થશે
- પાણી મીઠું હોવાના કારણે પાકને પણ ફયદો થાય છે
ધાનેરા તાલુકામા 184 જેટલા ખેડૂતોએ ગત વર્ષે ઓનલાઈન અરજી કરી ખેત તલાવડી માટે પ્લાસ્ટિકની માગણી કરી હતી. જે માગણી એક વર્ષ પછી પૂર્ણ થતા ધાનેરા તાલુકા માં 184 ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાનેરા તાલુકાના શિયા.એડાલ.અનાપૂર ગઠ. એટા વાસણ સહિતના ગામોમા ભૂગર્ભમાં પાણી રહ્યા નથી.જેના કારણે ખેડૂતો ખેતીથી દૂર થઈ રહ્યા છે. કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના ખેતરમાં 24 હજાર સ્કવેર મીટરની ખેત તલાવડી તૈયાર કરી છે. ધાનેરા તાલુકામા 184 ખેત તલાવડી તૈયાર થઈ રહી છે. બિપર જોય વાવાઝોડાના કારણે મોટા ભાગની ખેત તલાવડી ધોવાઈ ગઈ હતી.જો કે ખેડૂતોએ ફ્રી વાર ખર્ચ કરી ખેત તલાવડી તૈયાર કરી નાખી છે. તેમ મોડાજી રાજપૂતએ જણાવ્યું હતું
વરસાદી પાણીના સંગ્રહ સાથે ખેડૂતો તો 15 વીઘા જેટલી જમીનનું પિયત કરી શકે છે.સાથે વરસાદી પાણી મીઠું હોવાના કારણે પાકને પણ ફયદો થાય છે.ચોમાસા ઋતુ દરમિયાન વેડફઈ જતા વરસાદી પાણી સંગ્રહ સાથે 184 ખેડૂતોએ જાગૃતતા બતાવી ખેત તલાવડી તૈયાર કરી છે.સૌથી વધારે નાના મેડાના ખેડૂતોએ ખેત તલાવડી માટે અરજી કરી હતી.બે ઘણા ખર્ચ સાથે પણ ખેડૂતોએ ખેતીને જીવત રાખવા માટે ખેત તલાવડી તૈયાર કરી છે. જેમાં સરકાર પ્લાસ્ટિકની મદદ કરી રહી છે, દીપાજી રાજપૂતએ જણાવ્યું હતું.