- પોલીસે 3 ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
- એજન્ટ ને 10 ટકા ભાગથી ધંધો કરવા લાલચ આપી
- બિલ્ડર ફરી જતાં એજન્ટે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
ધાનેરામાં એક બિલ્ડરે કમિશનથી જમીન દલાલી તથા જમીન લે વેચનો ધંધો કરતા શખસને જમીનમાં 10 ટકા ભાગથી ધંધો કરવા રૂ.12,35,788 ચેકથી લઈ લીધા બાદ પાછળથી ફરી જતાં ત્રણ સામે પોલીસમાં અરજી આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ધાનેરામાં રહેતા છોટાલાલ હસ્તીમલ ખંડેલવાલ જમીન દલાલી અને કમિશન એજન્ટનો ધંધો કરે છે.
ગોરધન ભાઈ પ્રેમચંદભાઈ ઠક્કરના સાથે કમિશનથી ધંધા કરતા હતા તે દરમિયાન બિલ્ડર ગોરધનભાઈ પ્રેમચંદભાઈ ઠક્કરે સામરવાડા મુકામે બે જમીન વેચવાની હોવાનું જણાવી આ જમીનના 90 ટકાના હિસ્સાના ગ્રાહક મારી પાસે છે તમારે 10% ના ભાગીદારી રાખવી હોય તો વાત કરો તેમ કહેતાં છોટુભાઈએ 10% ના ભાગ રાખી રૂ.12,35,788 રૂપિયા પુરા અલગ અલગ ટાઈમે ચેકથી ચૂકવી આપ્યા હતા. ત્યારે દસ્તાવેજ કરવાનું કહેતાં દસ્તાવેજની કોઈ જરૂર નથી આપણે જમીન વેચીશું એટલે તમને પેમેન્ટ મળી જશે ખોટા દસ્તાવેજનો ખર્ચો કરવો નથી તેમ જણાવી ગોરધનભાઇએ દસ્તાવેજ કર્યો નહોતો અને વર્ષોથી ધંધો કરતા હોય છોટુભાઈએ વિશ્વાસ રાખી કોઈ દસ્તાવેજ કરાવેલ નહીં. ત્યારબાદ છોટુભાઈ બીમાર પડી ગયેલ અને સાજા થઈ જ્યારે દસ્તાવેજની માંગણી કરતા આ લોકોએ દસ્તાવેજ કરેલ નહીં અને છોટુભાઈએ કડક ઉઘરાણી કરતાં તેઓએ તેમનો કોઈ ભાગ નથી અને પૈસા આપ્યો હોવાનો પણ ઇનકાર કરી વિશ્વાસઘાત કર્યો હોય છોટુભાઈએ ઠક્કર મેઘાણી ગોરધનદાસ પ્રેમચંદ, ઠક્કર મેઘાણી દીપકકુમાર ગોરધનદાસ, ઠક્કર મેઘાણી ભરતકુમાર ગોરધનદાસ, ઠક્કર મેઘાણી ચિત્રાબહેન ગોરધનદાસ સામે ધાનેરા પોલીસમાં લેખિત અરજી આપતાં પોલીસે 406, 420, 465, 467, 468, 471, 120-બે મુજબ ફરિયાદ નોંધવા અરજી આપી હોઈ પોલીસે તપાસ હાથ ધરી છે.