- મેવાત ધર્મયાત્રા , કાવડયાત્રા, રામનવમીની યાત્રા ટાર્ગેટ કરાઈ હતી
- ધંધા રોજગાર નુકસાન થયુ તેમને વળતર આપવાની માંગ કરાઇ હતી
- ગંભીર ઇજાગ્રસ્તોને પાંચ લાખનુ વળતર આપવાની માંગ સાથે આજે આવેદન અપાયુ
મેવાત સહીત દેશના વિભિન્ન પ્રદેશોમાં હિન્દુઓની ધર્મયાત્રાઓ ઉપર જેહાદી તત્વો દ્વારા હુમલાઓ કરવામાં આવતા દહેગામ મામલતદારેને હિન્દુ સંગઠનો દ્વારા આવેદન આપીને વિરોધ કરવામાં આવ્યો હતો. રામનવમીની શોભાયાત્રા, ભગવાન શંકરની કાવડયાત્રા સહીત મેવાતની ધર્મયાત્રા ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હોવાથી આવા જેહાદીતત્વો સામે કડક પગલા ભરવાની માંગ આંતરરાસ્ટ્રીય હિન્દુ પરીષદ બજરંગ દલ દ્વારા કરવામાં આવી હતી.
દહેગામમાં મામલતદારને આજે આંતરરાસ્ટ્રીય હિન્દુ પરીષદ તથા રાસ્ટ્રીય બજરંગબલ દ્વારા આ મામલે આવેદન આપવામાં આવ્યુ હતુ. જેમા જણાવા માં આવ્યુ હતુ કે રામનવમીની શોભાયાત્રા , શંકર ભગવાની કાવડયાત્રા સહીત હિન્દુ ધાર્મિક યાત્રાઓ ઉપર પથ્થરો , તલવારો, પેટ્રોલ બોમ્બથી હુમલાઓ કરવામાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ. મણીપુર ,બરેલી, દિલ્હી તથા મેવાતમાં હિન્દુઓ ઉપર હુમલાનો તેમજ હત્યાની ઘટનાઓ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક સમાન નાગરીકધારો, જનસંખ્યા નિયંત્રણ કયદો, દેશમાં ગૌહત્યા ઉપર સંપુર્ણ પ્રતિબંધ, એન્ટી લવજેહાદનો કાયદો બનાવામાં આવે એવી માંગ કરાઇ છે. જે હિન્દુઓની હત્યા થઇ છે તેમના પરીવારને સરકારી નોકરી તથા એક કરોડની સહાય આપવામાં આવે. જેમના મકાનો કે ધંધા રોજગાર નુકસાન થયુ તેમને વળતર આપવાની માંગ કરાઇ હતી. ગંભીર ઇજાગ્રસ્તોને પાંચ લાખનુ વળતર આપવાની માંગ સાથે આજે આવેદન અપાયુ હતુ. આજે આવેદન આપવા માટે દહેગામના અ.હિ.પરીષદ તથા રા.બજરંગ દળના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.