- ચૂંટણી સમયે નેતાઓના વિવાદિત નિવેદનો
- NRC ને લઈ કોઈ પક્ષે સમર્થન ન કર્યુ:ચંદનજી
- સોનિયા ગાંધી અને રાહુલ રસ્તા પર આવ્યા:ચંદનજી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે નેતાઓ આક્ષેપ કરવા માટે વિવાદિત નિવેદનો કરી રહ્યાં છે. સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચારની જાહેરસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશને મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે. અને કોંગ્રેસ પાર્ટીને કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે. NRCના મુદ્દા પર કોઈ રોડ ઉપર આવ્યું હોય તો તે માત્ર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ છે. મુસ્લિમ સમાજનું રક્ષણ માત્ર કોંગ્રેસ પાર્ટી કરે છે. ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, ત્રણ તલાક નાબુદ કરવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપ સરકારે હજની સબસિડી પણ રદ્દ કરી છે.