- રાજ્યમંત્રી ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
- ગુલામીની માનસિકતાને ઉખાડી ફેંકવાની પ્રતિજ્ઞા કરાઈ
- દેવગઢબારીયા ખાતે કળશ યાત્રાના કુંભો એકઠા કરાયા હતા
દેવગઢબારીયા તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
મારી માટી મારા દેશ અંતર્ગત દેવગઢબારિયા તાલુકાના વિવિધ ગામોમાં કળશ યાત્રા ફરી રહી હતી. કળશ યાત્રાનું દરેક ગામોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ગામોમાંથી માટી એકઠી કરતા લુકા પંચાયત કચેરી ખાતે આ માટીના કળશ લાવવામાં આવ્યા હતા. આજરોજ યોજાયેલ તાલુકા કક્ષા ના કાર્યક્રમમાં દરેક ગામડા માંથી એકઠી કરેલી માટીના કળશનું પૂજન કરી, કંકુ, ચોખા ફુલહારથી વધાવી પંચ પ્રતિજ્ઞા કે અમે ભારતને 2047 સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને ઉખાડી ફેંકીશું.