દૂધરેજ રોડ પર શૉરૂમમાં આગ, ફર્નિચર બળીને ખાક | Fire breaks out in showroom on Dudhrej Road furniture burnt to ashes

HomeSurendranagarદૂધરેજ રોડ પર શૉરૂમમાં આગ, ફર્નિચર બળીને ખાક | Fire breaks out...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

– ગ્રાહકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં જાનહાનિ ટળી : આગ ઓલવવા ત્રણ ફાયર ફાઈટરો કામે લાગ્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક મકાનો સહિત શો-રૂમમાં આગ લાગવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના દુધરેજ પાસે રોડ પર આવેલ એક ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતાં દુર્ધટના ટળી હતી.

દુધરેજ પાસે મેઈન રોડ પર આવેલા હોમ સોલ્યુશન નામના ફર્નિચરના શોરૂમના ઉપરના માળે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગણતરીની મીનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના ટોળેટોળાં તેમજ વાહનચાલકો સ્થળ પર ઉમટી પડયા હતા અને શો રૂમના માલીકે પાલીકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. બેથી ત્રણ ફાયર ફાયટરની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે શો રૂમના માલીક અને ગ્રાહકો સહિતનાઓ સમયસુચતા વાપરી બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. જો કે શોરૂમના ઉપરના માળે રાખવામાં આવેલો લાકડાના ફર્નિચરની વિવિધ આઈટમો સહિતનો મુદ્દામાલ બળીને ખાક થયો હતો. 

આ આગના બનાવને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે આગ લાગવાનું કારણ હાલ અકબંધ સેવાઈ રહ્યુ ંછે પરંતુ, શોટસર્કિટના કારણે લાગી હોવાનું હાલ સેવાઈ રહ્યુ છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon